મૂવી રિવ્યૂઃ પઠાન:જ્હોન અબ્રાહમની એક્શન શાહરુખ ખાન પર ભારે પડી, ફિલ્મનો બેસ્ટ પાર્ટ સલમાનનો કેમિયો

મુંબઈ4 દિવસ પહેલાલેખક: ઈફત કુરૈશી
  • કૉપી લિંક

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' રિલીઝ થઈ છે. ચાહકોમાં ફિલ્મ અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. એડવાન્સ બુકિંગમાં 'પઠાન'એ 'KGF 2'ની પાંચ લાખ ટિકિટ બુકિંગ રેકોર્ડને તોડી નાખ્યો છે. ફિલ્મનો વિરોધ પણ થઈ રહ્યો છે. દિવ્ય ભાસ્કર મૂવી રિવ્યૂમાં 'પઠાન' કેવી છે, વાર્તાથી લઈ સ્ટાર્સની એક્ટિંગ સુધીની ખૂબીઓ તથા ખામીઓની વાત કરવામાં આવી છે.

ફિલ્મઃ પઠાન
સમયઃ 146 મિનિટ
ડિરેક્ટરઃ સિદ્ધાર્થ આનંદ
કાસ્ટઃ શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિમ્પલ કાપિડાય, આશુતોષ રાણા

કેવી છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા એક્સ ભારતીય એજન્ટ જિમની છે. ફિલ્મમાં જિમની નજરની સામે જ તેના પરિવારને મારી નાખવામાં આવે છે, કારણ કે ભારતે તેમને છોડાવવા માટે વળતર આપ્યું નહોતું. જિમને મરેલો સમજીને ભારત સરકાર તેને વીર પુરસ્કાર આપે છે, પરંતુ જિમ જીવતો છે. થોડા સમય બાદ જિમ ભારતથી પોતાના પરિવારના મોતનો બદલો લેવા માટે પાકિસ્તાન સાથે હાથ મિલાવે છે અને બાયોલોજિકલ વેપન બનાવે છે.

જિમને રોકવા માટે ભારત તરફથી પઠાનને તૈયાર કરવામાં આવે છે. મિશન દરમિયાન પઠાનની મુલાકાત ડૉક્ટર રુબીના ખાન સાથે થાય છે. તે પઠાનના મિશનને વધુ મુશ્કેલ બનાવે છે. હવે પઠાન કેવી રીતે તાકતવર જિમને રોકશે તે ફિલ્મની વાર્તા છે.

સ્ટાર્સની એક્ટિંગઃ શાહરુખે ઇમ્પ્રેસ કર્યો તો દીપિકાની સ્ક્રીન પર સારી લાગી
શાહરુખ ખાન પઠાનના રોલમાં સારો લાગે છે. એક્ટિંગમાં તેનો કોઈ તોડ નીકળી શકે તેમ નથી. એક્શન સીનમાં પણ શાહરુખે ઇમ્પ્રેસ કર્યા છે. દીપિકાની સ્ક્રીન પ્રેજેન્સ સારી છે, પરંતુ તેના ખાતામાં સારા સંવાદો આવ્યા નથી. દીપિકા ફિલ્મમાં પાકિસ્તાની ડૉક્ટરથી ISI એજન્ટ બની છે, પરંતુ ફિલ્મમાં તે જે રીતે બોલ્ડ અંદાજમાં જોવા મળી છે, તેમાં ક્યાંય પાકિસ્તાની ટચ જોવા મળતો નથી. તેની પાકિસ્તાની એક્સેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી.

ડિમ્પલ કાપડિયા તથા આશુતોષ રાણાએ સીનિયર ઓફિસર્સના રોલમાં સારું પર્ફોર્મન્સ આપ્યું છે. સૌથી સારો રોલ જ્હોનનો છે. ઇન્ટેન્સ લુક તથા દમદાર ડાયલોગને કારણે જ્હોનનું પાત્ર જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે તે શાહરુખ પર ભારે પડે છે. ફિલ્મમાં જ્હોનની ડાયલૉગ ડિલિવરી કમાલની છે.

બેસ્ટ ડિરેક્શન, સ્ક્રીનપ્લે પણ દમદાર
ડિરેક્શનની વાત કરીએ તો સિદ્ધાર્થ આનંદનું ડિરેક્શન આઉટસ્ટેન્ડિંગ છે. તમામ સીન ઘણાં જ સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે. સ્ક્રીનપ્લે પણ સારો છે.

સંગીત પ્લસ પોઇન્ટ
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ઘણું જ ફ્રેશ છે. કોઈ પણ મ્યૂઝિકને ઓવરયુઝ કરવામાં આવ્યું નથી. ફિલ્મની એન્થમ ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાઈ છે. દરેક સીનનું નવું મ્યૂઝિક સીનને ફ્રેશ બનાવે છે.

VFX તથા સ્પેશિયલ ઇફેક્ટ્સ શાનદાર
એક્શન સીનમાં હાઇ લેવલના VFX તમને સીટ પરથી ઊભા થવા દેશે નહીં. તમને એક સેકન્ડ પણ એવું નહીં લાગે કે આ સીન ફૅક કે નકલી છે. એક્શન સીન ઘણાં જ સ્મૂથ છે.

ફાઇનલ વર્ડિક્ટઃ ફિલ્મ જોવી કે નહીં?
ફિલ્મની વાર્તા ઘણી જ ઝડપથી આગળ વધે છે, પરંતુ રાઇટર દરેક પાત્રની સમજણ પૂરી રીતે આપી શક્યા નથી. દીપિકાના નાનપણને થોડીક જ સેકન્ડમાં સમેટી લેવામાં આવ્યું છે. પછી દીપિકાની વાત તમારે જાતે સમજવી પડે છે. શાહરુખનું પાત્ર ડિટેલ સાથે બતાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ રાઇટર ઊંડાણ સુધી ગયા નથી, કારણ કે શાહરુખની એન્ટ્રી થાય છે તો તેને માર પડતો હોય છે. દર્શકોને તાળીઓ પાડવાની તક મળતી નથી.

જ્હોનના એન્ટ્રી સીનમાં મહેનત સ્પષ્ટ દેખાઈ આવે છે. સલમાનનો કેમિયો પણ છે. સલમાન ટાઇગર બનીને પઠાનની મદદ કરે છે. ફિલ્મની વાર્તા મિશનથી શરૂ થાય છે અને મિશન પર જ પૂરી થાય છે. રોમાન્સની ઉણપ છે. ફિલ્મમાં માત્ર એક જ ગીત 'બેશરમ રંગ' છે અને બીજું ગીત ફિલ્મ પૂરું થયા બાદ આવે છે.

વિલન જ્હોનને તાકતવર બતાવવામાં આવ્યો છે, પરંતુ ક્લાઇમેક્સમાં તેને ઘણી જ સરળતાથી નબળો બતાવવામાં આવ્યો છે. વિલન વારંવાર પોતાના પ્લાન અને તેને રોકવાના ઉપાયો બતાવે છે, આ ઘણું જ વિચિત્ર લાગે છે.

અન્ય સમાચારો પણ છે...