બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે. ચાહકો આતુરતાથી 'પઠાન'ના ટ્રેલરની રાહ જોતા હતા. 2023ની બિગેસ્ટ ફિલ્મમાંથી એક ફિલ્મ 'પઠાન' છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ટ્રેલરમાં શાહરુખ ખાન ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળ્યો છે. ટ્રેલર રિલીઝની માત્ર 30 મિનિટની અંદર યુ ટ્યૂબ પર 16 લાખથી વધુ વાર આ ટ્રેલર જોવામાં આવ્યું છે.
કેમ ખાસ છે ટ્રેલર?
ચાહકો 'પઠાન'નું ટ્રેલર જોવા માટે ઉત્સુક હતા. ફિલ્મ રિલીઝના 15 દિવસ પહેલાં શાહરુખ-દીપિકાની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહરુખનો દમદાર એક્શન અવતાર જોવા મળ્યો છે. પાવર પેક્ડ એક્શન મોડમાં શાહરુખને જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે.
શાહરુખના કિલર એક્શન સીન્સ, ફિઝિક્સ ને દીપિકા સાથેની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. દીપિકા તથા જ્હોન પણ એક્શન કરતાં જોવા મળ્યા છે. ફિલ્મમાં એક્શન સીન્સ ઘણાં જ કમાલના છે.
ફિલ્મમાં કેટલાંક ચેન્જ કરવામાં આવ્યા
ફિલ્મમાં હવે 'રૉ'ને બદલે 'હમારે' તથા 'લંગડે લૂલે'ની જગ્યાએ 'ટૂટે ફૂટે', 'PM'ની જગ્યાએ રાષ્ટ્રપતિ અથવા મંત્રી કહેવામાં આવશે. ફિલ્મમાંથી 'PMO' શબ્દ 13 જગ્યાએ હટાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, ફિલ્મમાંથી 'અશોક ચક્ર'ને 'વીર પુરસ્કાર', 'પૂર્વ KGG'ને બદલે હવે 'પૂર્વ SBU' તથા 'મિસિસ ભારતમાતા'ને બદલે 'હમારી ભારતમાતા' કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં 'સ્કોચ'ને બદલે 'ડ્રિંક' શબ્દ સાંભળવા મળશે. ટેકસ્ટ 'બ્લેક પ્રિજન રુસ'ને બદલે હવે દર્શકોને માત્ર 'બ્લેક પ્રિજન' વાંચવા મળશે.
'બેશરમ રંગ..'માં ત્રણ કટ મૂકવામાં આવ્યા
વિવાદાસ્પદ ગીત 'બેશરમ રંગ..'માં દીપિકા પાદુકોણના નિતંબના ક્લોઝઅપ શોટ, સાઇડ પોઝ તથા 'બહુત તંગ કિયા..' વખતે દીપિકાનો જે સેન્સેશનલ ડાન્સ છે એ હટાવવામાં આવ્યો છે.
100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા
શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.
શાહરુખ ખાન 'પઠાન'થી ચાર વર્ષ બાદ બિગ સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. 'પઠાન'નું બજેટ અંદાજે 250 કરોડ રૂપિયાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.