બર્થ ડે સેલિબ્રેશન:અરબાઝની ગર્લફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં શહેનાઝ ગિલ છવાઈ, જ્યોર્જિયા એન્ડ્રિયાનીને કેક ખવડાવી

3 મહિનો પહેલા
  • ખાન પરિવારની ફેવરેટ બની ગઈ છે શહેનાઝ ગિલ
  • અરબાઝ અને જ્યોર્જિયા સાથે શહેનાઝની મિત્રતા ગાઢ થઈ ગઈ છે

શહેનાઝ ગિલનું સલમાન ખાન સાથે બોન્ડિંગ પણ ઘણું સારું જોવા મળી રહ્યું છે. હવે એવું લાગે છે કે માત્ર સલમાન જ નહીં તેના પરિવારના સભ્યોની પણ શહેનાઝ ફેવરેટ બની ગઈ છે. શુક્રવારે સલમાનના ભાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બર્થ ડે પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં શહેનાઝ ગિલ પણ સામેલ થઈ હતી. શહેનાઝે પાર્ટીમાં વ્હાઈટ આઉટફિટની સાથે ગોલ્ડન ઈયરિંગ પહેરી હતી. તેમજ જ્યોર્જિયાએ પોતાના બર્થ ડે સેલિબ્રેશન માટે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં શહેનાઝે ખૂબ મસ્તી કરી હતી. એટલું જ નહીં અરબાઝ સાથે પણ મજાક-મસ્તી કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શહેનાઝના કેટલાય વિડીયો વાઈરલ થઈ રહ્યા છે.

વાઈરલ વીડિયોમાં શહેનાઝ જ્યોર્જિયાને કેક ખવડાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યોર્જિયા કેક કાપવા માટે ઊભી છે ત્યારે અરબાઝ શહેનાઝના કાનમાં કંઈક કહે છે અને તે થમ્બસ અપ કરીને વાત સાથે સહમતી દર્શાવે છે. આ વિડીયો જોતાં એવું જ લાગે છે કે અરબાઝ અને જ્યોર્જિયા સાથે શહેનાઝની મિત્રતા ગાઢ થઈ ગઈ છે.

‘કભી ઈદ કભી દિવાલી’થી બોલિવૂડ ડેબ્યુ કરશે
રિપોર્ટ્સના અનુસાર, શહેનાઝ ગિલ, સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં સાઉથ ઈન્ડિયન યુવતીનો રોલ નિભાવી રહી છે. તે સાઉથ ઈન્ડિયન લુકમાં પોતાની વેનિટી વેનમાંથી નીકળતી જોવા મળી હતી. આ ફિલ્મમાં આયુષ શર્મા, ઝહીર ઈકબાલ, પૂજા હેગડે, અને વેંકટેશ દગ્ગુબાટી પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે.

અરબાઝ અને જ્યોર્જિયા છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશીપમાં છે. જ્યોર્જિયા ઈટાલિયન ડાન્સર અને એક્ટ્રેસ છે. 1998માં અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. જો કે, બંનેએ 2017માં ડિવોર્સ લીધા હતા. મલાઈકા અને અરબાઝનો એક દીકરો છે અરહાન. હાલ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં છે.