તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીરા રાજપૂતની આપવીતી:ડહાપણ દાઢ કઢાવવામાં લેબર પેનથી વધુ દુખાવો થયો, કહ્યું- શાહિદ પાસે હોત તો તેનો હાથ તોડી દેતી

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

એક્ટર શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવૂડના પોપ્યુલર કપલ્સમાંના એક છે. બંનેએ 2015માં લગ્ન કરી લીધા હતા. તેમના બે બાળકો મિશા અને ઝેન છે. શાહિદ ઘણીવાર પત્ની મીરા અને બાળકોના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. જોકે હવે મીરાએ શનિવારે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેને ડહાપણ દાઢ કઢાવવામાં લેબર પેનથી વધુ દુખાવો થયો. આ દરમ્યાન શાહિદ તેની પાસે હોત તો તે તેનો હાથ તોડી દેતી. તેણે એવું પણ જણાવ્યું કે મિશા અને ઝેનની ડિલિવરી દરમ્યાન તેને એટલો દુખાવો થયો હતો કે તેણે શાહિદના હાથમાં લગભગ ફ્રેક્ચર જ કરી દીધું હતું.

ડહાપણ દાઢ કઢાવવાના દુખાવા સામે લેબર પેન એક યોગ સ્ટ્રેચ બરાબર
મીરા શુક્રવારે ડહાપણ દાઢ કઢાવવા માટે શાહિદ વગર ડોક્ટર પાસે પહોંચી હતી. ત્યારબાદ તેણે પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ દરમ્યાન તેણે શાહિદને ઘણો મિસ કર્યો. મીરાએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં ડહાપણ દાઢ કઢાવવાના દુખાવા અને બર્થ ડિલિવરી ટાઈમ પર થતા દુખાવાની સરખામણી પણ કરી. પોસ્ટમાં તેણે ખુદનો એક ફોટો પણ શેર કર્યો છે.

મીરાએ પોસ્ટમાં લખ્યું, 'આજે હું મારી ડહાપણ દાઢ કઢાવવા ગઈ હતી. તેના દુખાવા સામે મને લેબર પેન એક યોગ સ્ટ્રેચ જેવો લાગ્યો. ડહાપણ દાઢ કઢાવવા સમયે મેં શાહિદને ઘણો મિસ કર્યો. જો તે મારી સાથે હોત તો આ વખતે કદાચ હું તેનો હાથ તોડી જ દેતી કારણકે મારી બે ડિલિવરી દરમ્યાન મને એટલો દુખાવો થયો હતો કે મેં શાહિદના હાથમાં લગભગ ઘણા ફ્રેક્ચર જ કરી દીધા હતા?'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો