સેલેબ લાઈફ:શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ક્રશ અંગે જણાવ્યું, સાઉથ આફ્રિકન ક્રિકેટર વિશે કહ્યું- આઈ લવ હિમ

મુંબઈ8 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે હાલમાં જ સો.મીડિયા અકાઉન્ટમાં 'આસ્ક મી એનિથિંગ' સેશન કર્યું હતું. આ દરમિયાન મીરાએ ઘણાં રસપ્રદ સવાલોના જવાબ આપ્યા હતા. મીરા રાજપૂતે પોતાના ક્રશથી લઈ માથામાં રહેલાં ઈજાના નિશાન અંગે પણ વાત કરી હતી.

મીરા રાજપૂતને તેના ક્રશ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે સાઉથ આફ્રિકા તથા IPLમાં RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)માં રમતો ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. મીરાએ એમ કહ્યું હતું કે આઈ લવ હિમ.

મીરા રાજપૂતના માથામાં એક નાનકડું નિશાન છે. મીરાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું, 'હું ત્રણ વર્ષની હતી ત્યારે બાળકોની જેમ પલંગ પર કૂદકા મારતી હતી અને પલંગનો ખૂણો વાગી ગયો.' મીરાના ફેવરિટ પિતા છે. તેની ફેવરિટ સિરીઝ 'શિટ્સ ક્રીક' છે.

મીરાને પૂછવામાં આવ્યું હતું કે તેની અને શાહીદની વચ્ચે દલીલો થાય તો કોણ જીતે છે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે, બીજું કોણ. મીરાને એવો પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે શાહિદની કઈ આદત તેને ગમે છે? મીરાએ કહ્યું હતું કે શાહિદને ટાઈપિંગ એરર બહુ જ થાય છે. શરૂઆતમાં તો તેને ખ્યાલ જ નહોતો આવતો કે તે શું કહેવા માગે છે. જોકે, હવે તે સરળતાથી સમજી જાય છે કે શાહિદ શું કહેવા માગે છે.

હાલમાં જ મીરાની બિકીની તસવીર વાઈરલ થઈ હતી

મીરાએ બિકીની પહેરીને એક તસવીર શૅર કરી હતી. તેણે કેપ્શનમાં કહ્યું હતું, 'બિકીની બૉડીઝ ઍવકાડો જેવી હોય છે. તૈયાર થવા માટે લાંબી રાહ જોવી પડે છે અને એક દિવસ બાદ જ આ બેકાર થઈ જાય છે.'

હાલમાં જ ગોવામાં વેકેશન મનાવ્યું
મીરા પતિ શાહિદ તથા બાળકો સાથે ગોવામાં વેકેશન મનાવવા ગઈ હતી. મીરાએ સો. મીડિયામાં ગોવા વેકેશનની ઘણી તસવીરો શૅર કરી હતી.

સો.મીડિયામાં એક્ટિવ
મીરા રાજપૂત સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મીરા એટલી ફિટ છે કે તેને જોઈને કોઈ એમ ના કહે કે તે બે સંતાનોની માતા છે. તે ફિટનેસ અંગે ઘણી જ સજાગ છે.

2015માં શાહિદ-મીરાએ લગ્ન કર્યાં હતાં

મીરા રાજપૂતે જુલાઇ 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. મીરા દિલ્હીનીછે. મીરા પતિ શાહિદ કરતાં 13 વર્ષ નાની છે. લગ્ન પછીના એક વર્ષ બાદ જ મીરાએ 26 ઓગસ્ટ 2016માં દીકરી મીશાને જન્મ આપ્યો હતો. મીરા પતિ શાહિદ કપૂર સાથે 'કોફી વિથ કરન'ની પાંચમી સીઝનમાં જોવા મળી હતી. વર્ષ 2018માં મીરાએ દીકરા ઝૈનને જન્મ આપ્યો હતો.