તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન ખરીદી મોંઘી પડી:શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સાથે છેતરપિંડી થઈ, સો.મીડિયામાં બળાપો વ્યક્ત કર્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • ઓનલાઇન ફોન કવર ખરીદવામાં છેતરપિંડી થઈ

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ગ્લેમર વર્લ્ડથી દૂર છે, પરંતુ તે સેલેબ્સથી સહેજ પણ ઊતરતી નથી. મીરા રાજપૂત સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ મીરાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડીનો ભોગ બની હોવાની વાત કરી હતી.

મીરાએ શું કહ્યું?
મીરાએ કહ્યું હતું કે તે એક બકવાસ જાહેરાત જોઈને તેણે ફોન કવર ખરીદ્યું. જોકે, જ્યારે તેને ફોન કવર મળ્યું ત્યારે તે ડિસ્પ્લે પિક્ચર જેવું બિલકુલ નહોતું. તેણે સ્લિંગ ફોન કવર ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને એકદમ તકલાદી પ્લાસ્ટિકનું કવર મળ્યું. તે કામ પણ ઠીકઠાક જ કરે છે. તેને સ્લિંગ કવરની જરૂર હતી, કારણ કે તે વૉક પર બેગ વગર જઈ શકે. તેના ટાઇટ્સમાં ખિસ્સા નથી. તેને એ વિચારીને હસવું આવે છે કે તે કેટલા વર્ષો બાદ છેતરપિંડીનો ભોગ બની.

મીરા રાજપૂતે ફોન કવરના સ્ટિકર તરફ ઈશારો કરીને કહ્યું હતું કે કવર પર લાગેલા ટોપ ક્લિસ સ્ટિકર્સ તેના ફોનને નીચા પડતાં બચાવશે.

હાલમાં જ છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી
મીરા રાજપૂતે હાલમાં જ છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે મીરાએ પતિ શાહિદ સાથે રોમેન્ટિક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું તને કેટલો પ્રેમ કરું છું, તે વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હેપ્પી 6. મારો પ્રેમ, મારું જીવન.'

મીરા તથા શાહિદે 7 જુલાઈ, 2015ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરી તથા એક દીકરો છે. શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ 'કબીર સિંહ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.