શાહિદ કપૂરની બહેનની લગ્નની વિધિઓ શરૂ:બહેનના લગ્ન પહેલાં શાહિદ કપૂર ભાવુક થયો, સનાહને માસી રત્ની પાઠકે કલીરે પહેરાવ્યાં

મુંબઈ7 મહિનો પહેલા
  • શાહિદ કપૂરની બહેન સનાહ આજે બોલિવૂડ એક્ટ્રેસ સીમા પાહવાના દીકરા સાથે ફેરા ફરશે

બોલિવૂડ એક્ટર પંકજ કપૂરની દીકરી સનાહ કપૂરના આજે એટલે કે 2 માર્ચના રોજ લગ્ન છે. સનાહ બોલિવૂડ એક્ટર મનોજ પાહવા-સીમા પાહવાના દીકરા મયંક પાહવા સાથે મહાબલેશ્વરમાં લગ્ન કરવાની છે. ઉલ્લેખનીય છે કે સનાહે બોલિવૂડ ફિલ્મ 'શાનદાર'માં ભાઈ શાહિદ કપૂર તથા આલિયા ભટ્ટ સાથે કામ કર્યું હતું.

સૌ પહેલાં ચૂડા સેરેમની યોજાઈ
વિવાને સો.મીડિયામાં સનાહ કપૂરની ચૂડા સેરેમનીની તસવીરો શૅર કરી હતી. માસી રત્ના પાઠકે સનાહને કલીરે પહેરાવ્યા હતા.

ચૂડા સેરેમની બાદ શાહિદ કપૂર બહેનને ભેટી પડ્યો હતો.
ચૂડા સેરેમની બાદ શાહિદ કપૂર બહેનને ભેટી પડ્યો હતો.
શાહિદ કપૂર દીકરા ઝૈન સાથે, સુપ્રિયા પાઠક, સનાહ, પંકજ કપૂર-મિશા કપૂર, રૂહાન કપૂર, મીરા રાજપૂત.
શાહિદ કપૂર દીકરા ઝૈન સાથે, સુપ્રિયા પાઠક, સનાહ, પંકજ કપૂર-મિશા કપૂર, રૂહાન કપૂર, મીરા રાજપૂત.
ડાબેથી, પંકજ કપૂર-સુપ્રિયા પાઠક, રત્ના પાઠક-નસરૂદ્દીન શાહ.
ડાબેથી, પંકજ કપૂર-સુપ્રિયા પાઠક, રત્ના પાઠક-નસરૂદ્દીન શાહ.
સનાહ-મયંક પરિવાર સાથે.
સનાહ-મયંક પરિવાર સાથે.
સુપ્રિયા પાઠક, સનાહ તથા સીમા પાહવા.
સુપ્રિયા પાઠક, સનાહ તથા સીમા પાહવા.
મયંક તથા સનાહ.
મયંક તથા સનાહ.
મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા સાથે સનાહ.
મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા સાથે સનાહ.

વિવાન શાહે પ્રી વેડિંગનો વીડિયો શૅર કર્યો
નસરૂદ્દીન શાહના દીકરા વિવાન શાહે સોશિયલ મીડિયામાં સનાહ-મયંકનો પ્રી વેડિંગ વીડિયો શૅર કર્યો હતો. સનાહ તથા મયંક ફૉક મ્યૂઝિક પર ઝૂમતા જોવા મળ્યા હતા.

પાહવા-કપૂર સારા મિત્રો
પંકજ-સુપ્રિયા કપૂર તથા મનોજ-સીમા પાહવા વર્ષોથી એકબીજાના સારા મિત્રો છે. આથી જ સનાહ તથા મયંક એકબીજાને સારી રીતે ઓળખે છે. તેમણે થોડાં સમય પહેલાં જ સગાઈ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સનાહ કપૂર એક્ટર પંકજ કપૂર તથા સુપ્રિયા પાઠકની દીકરી છે. પંકજ કપૂર પહેલી પત્ની નિલીમા અઝીઝને ડિવોર્સ આપ્યા બાદ સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને દીકરી સનાહ તથા દીકરો રૂહાન છે.

પંકજ-શાહિદ આ ફિલ્મમાં જોવા મળશે
પંકજ કપૂર તથા શાહિદ ફિલ્મ 'જર્સી'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ છે. ફિલ્મ તેલુગુ ફિલ્મ 'જર્સી'ની હિંદી રીમેક છે. આ ફિલ્મને ગૌતમે ડિરેક્ટ કરી છે. ફિલ્મ એક નિષ્ફળ ક્રિકેટર પર આધારિત છે અને તે દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે ઇન્ડિયન ક્રિકેટમાં પરત ફરે છે.

અન્ય સમાચારો પણ છે...