વાઇરલ વીડિયો:શાહિદ કપૂરે પત્ની ને દીકરી સાથે દીકરાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો, કાર થીમ પાર્ટીમાં ધમાલ-મસ્તી કરી

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહિદ કપૂર તથા મીરા રાજપૂતના દીકરા ઝૈનનો હાલમાં જ ચોથો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. શાહિદ-મીરાએ કાર થીમ બર્થડે પાર્ટી આપી હતી. પાર્ટીનો વીડિયો હવે સો.મીડિયામાં વાઇરલ થયો છે.

પરિવારે સાથે મળીને કેક કાપી
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં શાહિદ-મીરા-મીશા તથા ઝૈન સાથે મળીને બર્થડે કેક કાપે છે. કેક પર કાર પણ જોવા મળી હતી. શાહિદ કપૂર ગ્રીન ટી શર્ટ તથા મીરા ફ્લોરલ પ્રિન્ટેડ જમ્પસૂટમાં હતી. ઝૈને વ્હાઇટ શર્ટ ને જીન્સ પહેર્યું હતું. મીશા પીચ રંગના ડ્રેસમાં હતી.

ડેકોરેશનની વાત કરવામાં આવે તો એક જગ્યાએ ગેસ સ્ટેશન બનાવ્યું છે, કાર વૉશ એરિયા પણ ડિઝાઇન કરેલો જોવા મળ્યો હતો. અહીંયા ટોય કાર્સ ને જીપ જોવા મળી હતી. લાઇવ કેન્ડી સ્ટેશન પણ હતું.

મીરાએ દીકરા માટે સ્પેશિયલ નોટ લખી
મીરા રાજપૂતે સો.મીડિયામાં દીકરાની તસવીર શૅર કરીને બર્થડે વિશ કરી હતી. તેણે કહ્યું હતુ કે, વિનમ્ર આંખોની સાથે રમતિયાળ સ્મિત, હુંફાળો સ્પર્શ, તું જે રીતે વર્તન કરે તેનાથી મારું દિલ પીગળી જાય છે. હેપ્પી 4, માય ડાર્લિંગ ઝૈન. લવ યુ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ 'જર્સી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે શાહિદ કપૂર 'બ્લડી ડેડી'માં જોવા મળશે. આ ઉપરાંત શાહિદ કપૂર ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. તે વેબ સિરીઝ 'ફર્ઝી'માં કામ કરી રહ્યો છે.