વાત બિરયાનીની:NCBના લોકઅપમાં શાહરુખના દીકરા આર્યને 'બડે મિયાં'ની બિરયાની ખાધી, આખા મુંબઈમાં છે લોકપ્રિય

મુંબઈ14 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • આર્યનની કાલે (7 ઓક્ટોબર) NCBની કસ્ટડી પૂરી થશે

ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં શાહરુખનો દીકરો આર્યન NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડીમાં છે. આ દરમિયાન NCBએ આર્યનને મુંબઈની લોકપ્રિય રેસ્ટોરાં 'બડે મિયાં'ની બિરયાની જમાડી હતી. મુંબઈ આ રેસ્ટોરાં બોલિવૂડ સ્ટાર્સમાં ઘણી જ લોકપ્રિય છે. અહીંયા સેલેબ્સની કાર ઊભેલી જોવા મળે છે. સેલેબ્સ રેસ્ટોરાંમાંથી બિરયાની મગાવીને કારમાં જ ખાતા હોય છે.

ખાસ વાત એ છે કે બડે મિયાંમાં પ્રાઇવસીનું ઘણું જ ધ્યાન રાખવામાં આવ્યા છે. ઓનર્સમાંથી એક સલમાન શેખે કહ્યું હતું કે અહીંયા જેટલા પણ સેલેબ્સ આવે છે, તેનો હિસાબ ક્યારેય રાખ્યો નથી. તેમને ડિસ્કમ્ફર્ટ ફીલ કરાવવામાં આવતું નથી અને પ્રાઇવસી જાળવવામાં આવે છે. મોટાભાગના સ્ટાર્સ કારમાં બેસીને જ જમે છે. આસપાસના લોકો કહે છે કે શાહરુખ-સલમાન સહિતના બિગ સ્ટાર્સ અહીંયા બિરયાની ખાવા આવતા રહે છે.

NCBની ઓફિસની નજીકમાં બડે મિયાંનું આઉટલેટ
આર્યનને અહીંયાની બિરયાની આપવાનું સૌથી મોટું કારણ એ છે કે આ NCBની ઓફિસની એકદમ નજીકમાં છે. બીજીવાત એ કે બિરયાની તથા કબાબમાં બડે મિયાંનો સ્વાદ અલગ જ છે. જે ફૂડ સ્ટ્રીટના શોખીન હોય તે મુંબઈ આવીને એકવાર અહીંયા જરૂરથી આવે છે.

ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવે છે
સલમાન શેખે કહ્યું હતું કે ટ્રેડિશનલ રીતે દમ આપીને ધીમી આંચે કોલસા પર બનાવવામાં આવે છે. મસાલોના રહસ્ય પર પરિવારે આજ દિન સુધી કોઈ વાત કરી નથી.

1946થી શરૂઆત કરી હતી
1946માં મોહમ્મદ યાસીન શેખે નાનકડા ખુમચાથી બડે મિયાંની શરૂઆત કરી હતી. હવે શેખ પરિવારની ત્રીજી પેઢી સંભાળે છે, જેમાં કુલ 5 પરિવાર છે અને 3 આઉટલેટ છે. કોલાબા, ફોર્ટ તથા બ્રાંદ્રામાં છે. ત્રણેય આઉટલેટ પર ભીડ રહેતી હોય છે.

આર્યનના કપડાં ઘરેથી આવે છે
આર્યનને ભોજન NCB તરફથી આપવામાં આવે છે. જોકે, આર્યનના કપડાં ઘરેથી આવે છે. NCBની ઓફિસમાં જ આર્યન તથા અન્ય 7 આરોપીઓની સૂવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...