સેલેબ લાઇફ:કઝિન આલિયાની બર્થડે પાર્ટીમાં શાહરુખની દીકરી સુહાના ખાન શોર્ટ બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગી

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુહાના ખાને સોશિયલ મીડિયામાં બર્થડે પાર્ટીની તસવીરો શૅર કરી

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ભારત આવી ગઈ છે. સુહાના ખાન સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. સુહાના ખાન પોતાની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ સુહાના ખાન મામાની દીકરી આલિયાને જન્મદિવસની પાર્ટીમાં શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

સુહાનાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
સુહાનાએ સોશિયલ મીડિયામાં આલિયા છિબ્બાની બર્થડે પાર્ટીની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સુહાના બ્લેક બૉડીકૉન ડ્રેસમાં ઘણી જ આકર્ષક લાગતી હતી. આ તસવીરો શૅર કરીને સુહાનાએ કહ્યું હતું, 'હું તને હંમેશાં પ્રેમ કરું છું.'

કોણ છે આલિયા છિબ્બા?
ગૌરી ખાનના ભાઈ વિક્રાંતની દીકરી આલિયા છે. આલિયા ફેશન ડિઝાઇનર છે. તેણે કોરોનાકાળ દરમિયાન બે બ્રાન્ડ લૉન્ચ કરી હતી, જે હેઠળ તેણે ફન્કી મોજા તથા ડિઝાઇનર ફેસ માસ્ક બનાવ્યા હતા.

હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી
14 જાન્યુઆરીના રોજ સુહાના ખાન મુંબઈમાં જોવા મળી હતી. તે પોતાની કારમાં બેઠી હતી. સુહાના ખાને ફોટોગ્રાફર જોઈને હાથ હલાવ્યો હતો. સુહાનાને મુંબઈમાં જોતા જ શાહરુખના ચાહકો ઘણાં જ ખુશ થઈ ગયા હતા. સુહાના ખાને નવેમ્બર, 2021માં ન્યૂયોર્ક છોડવાની વાત કહી હતી. સુહાના બોલિવૂડમાં કામ કરવા માગે છે. સુહાનાએ અભ્યાસ પૂરો કરી લીધો છે. જોકે, હવે સુહાના બોલિવૂડના કયા પ્રોડક્શન હાઉસથી ડેબ્યૂ કરશે તે હજી સુધી નક્કી નથી. ચર્ચા છે કે સુહાના ખાન ડિરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય તથા બોની કપૂરની દીકરી ખુશી કપૂર પણ હશે. આ ફિલ્મ અમેરિકન કોમિક સિરીઝ 'ધ આર્ચીઝ'ની હિંદી રીમેક બનાવવામાં આવશે.

ગયું વર્ષ સુહાના માટે સારું નહોતું
ગયું વર્ષ ખાન પરિવાર માટે સારું રહ્યું નહોતું. સુહાનાનો ભાઈ તથા શાહરુખ-ગૌરીનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. તે આર્થર રોડ જેલમાં રહ્યો હતો. પરિવાર પર આવી પડેલી મુસીબતમાં સુહાના અહીંયા નહોતી. તે ન્યૂયોર્કમાં હતી. શાહરુખ-ગૌરીએ સુહાનાને તે સમયે ભારત આવવાની ના પાડી હતી.

સુહાના 21 વર્ષની છે
શાહરૂખની દીકરી સુહાના ખાન 21 વર્ષની છે. સુહાનાનો જન્મ 22 મે, 2000ના રોજ મુંબઈમાં થયો હતો. સુહાના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સુહાનાએ નવેમ્બર, 2019માં આવેલી 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં કામ કર્યું હતું. અંગ્રેજીમાં બનેલી આ 10 મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાના પર્ફોર્મંન્સની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.