સો.મીડિયા સેન્સેશનલ:આર્યનની ધરપકડ વચ્ચે SRKની દીકરી સુહાનાની હમશકલની તસવીરો જોઈને શાહરુખ પણ મૂંઝાઈ જશે

મુંબઈ4 મહિનો પહેલા
  • સો.મીડિયામાં સુહાનાની હમશકલની તસવીરો વાઇરલ થઈ છે

શાહરુખ ખાન હાલમાં દીકરા આર્યન ખાનને કારણે મુશ્કેલીમાં છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. આ દરમિયાન શાહરુખ-ગૌરીની દીકરી સુહાના ખાનની હમશકલની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

કોણ છે સુહાનાની લુક લાઇક?
સુહાના જેવી લાગતી આ યુવતીનું નામ ઈશાન જૈન છે. ઈશાએ ઓગસ્ટમાં 19મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ઈશાની સો.મીડિયા પોસ્ટમાં યુઝર્સે તેને સુહાના જેવી લાગતી હોવાની કમેન્ટ્સ કરી છે. ઈશાને જોડિયા બહેન પણ છે અને જેનું નામ ઈશિકા જૈન છે.

તસવીરોમાં ઈશા જૈન...

સુહાના ન્યૂ યોર્કમાં
મુશ્કેલ સમયમાં સુહાના હાલમાં પરિવારની સાથે નથી, તે ન્યૂ યોર્કમાં અભ્યાસ કરી રહી છે. સોશિયલ મીડિયામાં તે ઘણી જ એક્ટિવ છે. આર્યન ખાનની ધરપકડ બાદથી સુહાનાએ માત્ર એક પોસ્ટ સો.મીડિયામાં શૅર કરી છે. આ પોસ્ટમાં સુહાના ખાને માતા ગૌરી ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આર્યન ખાન 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં
આર્યન ખાનને 7 ઓક્ટોબરના રોજ કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કોર્ટમાં મોકલ્યો હતો. 8 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે આર્યનના વકીલ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.