તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SRKનું પ્રોમિસ:શાહરુખે મીર ફાઉન્ડેશનની એસિડ અટેક સર્વાઈવર્સ સાથે વીડિયો ચેટ કરી, પ્રેગ્નન્ટ લેડીને બાળકનું નામ પસંદ કરવાનું વચન આપ્યું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનના મીર ફાઉન્ડેશન તાજેતરમાં જ વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું હતું. મીટિંગમાં શાહરુખ ખાને એસિડ અટેક સર્વાઈવર્સ સાથે વાત કરી હતી. વીડિયોમાં શાહરુખે એસિડ અટેક સર્વાઈવર્સની હેલ્થ અપડેટ લીધી હતી, ન્યૂલી મેરિડ કપલને શુભેચ્છા પાઠવી હતી અને પ્રેગ્નન્ટ મહિલાઓને તેમના બાળકનું નામ પસંદ કરવામાં મદદનું વચન આપ્યું હતું.

સેન્સ ઓફ હ્યુમરથી હસાવ્યા
આ દરમિયાન શાહરુખ ખાને એક મહિલાને પૂછ્યું, 'તેમણે તેમની દીકરી માટે કયું નામ પસંદ કર્યું છે.' અન્ય એક મહિલાને તેના બાળકનું નામ પસંદ કરવામાં મદદ કરવાનું વચન આપ્યા બાદ એક્ટરે મજાકમાં કહ્યું હતું કે સારું છે તેની પાસે હાલમાં કોઈના નામ નથી. તેને કોઈક તો કામ મળ્યું.

વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો
શાહરુખની NGOનું સો.મીડિયામાં અકાઉન્ટ છે. NGOએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો રી પોસ્ટ કરીને શાહરુખે કહ્યું હતું, 'આ પ્રેમાળ મહિલાઓને મળવા માટે હું વધુ રાહ જોઈ શકું તેમ નથી. પરિવારના નાના હિસ્સાને એક સાથે લાવવા તથા ચેટ કરાવવા માટે મારી ટીમને ઘણો જ પ્રેમ. જ્યાં સુધી આપણે બીજીવાર ના મળીએ ત્યાં સુધી સલામત રહો. તમને તમામને પ્રેમ.'

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને પોતાના પિતા મીર તાજ મોહમ્મદના નામ પરથી મીર ફાઉન્ડેશનની શરૂઆત 2016માં ફાધર્સ ડે પર કરી હતી. આ સંસ્થા એસિડ અટેકમાં સર્વાઈવ થયેલી મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે.

શાહરુખના અપકમિંગ પ્રોજેક્ટ્સ
શાહરુખે બે વર્ષ બાદ નવી ફિલ્મ સાઈન કરી છે. તે યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો