ઈરફાન ખાનના જવાથી હિંદી સિનેમાને ઘણી જ મોટી ખોટ પડી છે. બોલિવૂડના ત્રણ ખાન શાહરુખ, આમિર તથા સલમાને ઈરફાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શાહરુખ ખાને કહ્યું, મારા મિત્ર, પ્રેરક અને અમારા સમયના મહાન અભિનેતા. અલ્લાહ..તમારી આત્મા પર કૃપા કરે ઈરફાનભાઈ. તમને હંમેશાં મિસ કરીશું અને એ વાતની રાહત હશે કે તમે અમારા જીવનનો હિસ્સો હતાં. પૈમાના કહે કોઈ, મૈખાના કહે હૈં...દુનિયા તેરી આંખો કો ભી, ક્યા ક્યા ના કહે હૈં....
સલમાન ખાને પણ દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ચાહકો, પરિવાર અને મિત્રો માટે આ ઘણી જ મોટી ક્ષતિ છે. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. તમે હંમેશાં દિલમાં રહેશો ભાઈ.
આમિર ખાને કહ્યું હતું, અમારા સાથી ઈરફાનની નિધનના સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું. તેઓ એક શાનદાર ટેલેન્ટ હતાં. તેમના પરિવાર તથા મિત્રો પ્રત્યે સાંત્વના. પોતાના કામની મદદથી ચાહકોના ચહેરા પર હાસ્ય લાવનાર ઈરફાનનો ઘણો જ આભાર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.