ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીની Inside Story:શાહરુખ ખાનનો દીકરો ખાસ મિત્ર સાથે આવ્યો હતો, પાર્ટીમાં બિગ સ્ટારની દીકરી પણ સામેલ હતી

મુંબઈ21 દિવસ પહેલા
  • અરબાઝ મર્ચન્ટના શૂઝમાંથી ડ્રગ્સ મળ્યું હોવાની ચર્ચા છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને શાહરુખ ખાનના દીકરા સહિત 8 લોકોની અટકાયત કરી છે. 'કાર્ડેલિયા ધ ઇમ્પ્રેસ' નામના ક્રૂઝમાં રેવ પાર્ટી ચાલતી હતી. આર્યન ખાન હાલમાં NCBની ઓફિસમાં જ છે.

બિગ સ્ટારની દીકરી પણ સામેલ
NCBના સૂત્રોના મતે, ક્રૂઝ પર બિગ સ્ટારની દીકરી પણ હાજર હતી. જોકે, તેની અટકાયત કરવામાં આવી નથી. શાહરુખ ખાનના દીકરા આર્યનની અટકાયત કરવામાં આવી છે.

આ તસવીર ક્રૂઝની છે, જેમાં આર્યન, અરબાઝ સાથે જોવા મળે છે, તેમની સાથે એક યુવતી પણ છે
આ તસવીર ક્રૂઝની છે, જેમાં આર્યન, અરબાઝ સાથે જોવા મળે છે, તેમની સાથે એક યુવતી પણ છે

આર્યન બિઝનેસમેનના દીકરા સાથે આવ્યો હતો
NCBના જણાવ્યા પ્રમાણે, ક્રૂઝ પર આર્યન પોતાના ખાસ મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે આવ્યો હતો. અરબાઝ મર્ચન્ટ બિઝનેસમેનનો દીકરો છે. આર્યન ખાન VIP ગેસ્ટ હોવાથી તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. સૂત્રોના મતે, NCBને તપાસ દરમિયાન અરબાઝના શૂઝમાંથી ડ્રગ્સ મળ્યું હોવાની ચર્ચા છે. જોકે, હજી સુધી આની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

પાર્ટીમાં મોટાભાગના દિલ્હીના
ક્રૂઝ પાર્ટીમાં મોટાભાગના લોકો દિલ્હીના હતા. આ તમામ ફ્લાઇટથી મુંબઈ આવ્યા હતા. દરિયાની વચ્ચે ચાલતી ડ્રગ્સ પાર્ટી પર NCBએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીની અંદરનો વીડિયો પણ NCBને મળ્યો છે અને આ વીડિયોમાં આર્યન ખાન જોવા મળે છે.

અરબાઝ મર્ચન્ટ
અરબાઝ મર્ચન્ટ

ત્રણ યુવતીઓની અટકાયત
1. મુનમુન ધમેચા 2. નુપૂર સારિકા 3. ઈસમીત સિંહ 4. મોહક જસવાલ 5. વિક્રાંત છોકર 6. ગોમિત ચોપરા 7. આર્યન ખાન 8. અરબાઝ મર્ચન્ટ

દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય યુવતીઓ બિઝનેસમેનની દીકરી છે.

NCBની ઓફિસમાં આર્યન
NCBની ઓફિસમાં આર્યન

80 હજારથી 5 લાખ રૂપિયાની એન્ટ્રી ફી
ક્રૂઝ પર ચાલતી આ પાર્ટીની એન્ટ્રી ફી 80 હજારથી લઈ 5 લાખ રૂપિયા હોવાની ચર્ચા છે. ક્રૂઝમાં 2 હજાર લોકો આવી શકે તેમ હતા. દરોડા પડ્યા ત્યારે 600 લોકો હતા.

ઇનપુટઃ નિશાત શામસી