આર્યન જેલમાં જ રહેશે:શાહરુખના દીકરાના ચહેરા પર નિરાશા જોવા મળી હતી, સામાન્ય કેદીની જેમ જ જેલનું ભોજન જમવું પડશે

મુંબઈ2 મહિનો પહેલા
  • ગૌરી ખાનનો આજે 51મો જન્મદિવસ

શાહરુખ ખાનના દીકરા આર્યન સહિત 6 આરોપી સાથે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના અધિકારીઓ આર્થર રોડ જેલ લઈને આવ્યા છે. સાત ઓક્ટોબરની રાત આઠેય આરોપીએ NCBની ઓફિસમાં પસાર કરી હતી. આર્યન ખાન જેલમાં આવ્યો તે સમયની ઘણી તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. જેલમાં જતા સમયે આર્યન ખાનના ચહેરા પર નિરાશા જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબરે કોર્ટે NCBને આર્યન સહિત 8 આરોપોને રિમાન્ડ આપ્યા નહોતા અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. નૂપુર સારિકા તથા મુનમુન ધામેચાને ભાયખલ્લા જેલમાં લઈ જવામાં આવ્યા છે.

આર્યનને આર્થર રોડ જેલમાં ક્વૉરન્ટિન સેલમાં રાખવામાં આવ્યો છે. તેનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ જેલની નવી ગાઇડલાઇન પ્રમાણે, 7 દિવસ ક્વૉરન્ટિન સેલમાં રાખવાનો નિયમ છે.

આર્યનને જામીન નહીં મળે તો અહીંયા રહેશે
આર્યન ખાનની જામીન અરજી પર હાલમાં મુંબઈની ચીફ મેટ્રોપૉલિટન કોર્ટમાં સુનાવણી ચાલી હતી અને તેની જામીન અરજી રિજેક્ટ થઈ હતી. આર્યન આજની રાત આર્થર રોડ જેલમાં જ પસાર કરશે.

જેલની બેરક નંબર વનમાં છે
આર્યન ખાન સહિત 5 આરોપીઓ આર્થર રોડ જેલની બેરક નંબર વનમાં રાખવામાં આવ્યા છે. આ બેરક જેલના ફર્સ્ટ ફ્લોર પર આવેલી છે. આ સ્પેશિયલ ક્વૉરન્ટિન બેરક છે. અહીંયા પાંચ દિવસ માટે આર્યન ખાન સહિત 5 આરોપીઓ રહેશે. કોઈને યુનિફોર્મ પહેરવાની જરૂર નથી. તેમને જેલનું ભોજન જ ખાવું પડશે. આર્યન સહિત 6 આરોપીઓનો કોવિડ ટેસ્ટ નેગેટિવ છે.

કોઈ સ્પેશિયલ ટ્રિટમેન્ટ નહી મળે
આર્યન ખાનને જેલનું જ ભોજન લેવું પડશે. આર્યને જેલના રૂટિનને ફોલો કરવું પડશે. સવારે છ વાગે ઉઠવું પડશે. સવારે સાત વાગે નાસ્તો મળશે, જેમાં પૌંઆ અને શીરો મળશે. 11 વાગે લંચ મળશે અને સાંજે 6 વાગે રાતનું ભોજન આપવમાં આવશે.

આર્યન ખાન સહિત 6 આરોપીને જેલની અંદર ફરવાની સુવિધા નથી, કારણ કે તેઓ ક્વૉરન્ટિનમાં છે. જો આર્યન ખાને વધારાનું ભોજન જમવું હશે તો તેણે કેન્ટિનમાંથી એકસ્ટ્રા પૈસા આપવા પડશે.

આર્થર રોડ જેલની બહાર આર્યન ખાન...

ગૌરી ખાનનો 51મો જન્મદિવસ
ગૌરી ખાનનો 8 ઓક્ટોબરના રોજ 51મો જન્મદિવસ છે. આ પ્રસંગે મન્નતમાં શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ થયા બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે, પરંતુ ગૌરીને આ બેસ્ટ ગિફ્ટ મળી નહીં.

ભીડ બહુ જ હતી
હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી કોર્ટ રૂમમાં ભીડ જમા થઈ ગઈ હતી. બચાવ પક્ષના વકીલે જજને આગ્રહ કર્યો હતો કે જે લોકોનો કેસ સાથે સંબંધ નથી તેમને કોર્ટ રૂમની બહાર મોકલવામાં આવે. જજે કેસ સંબંધિત લોકોને હાથ ઉપર કરવાનું કહ્યું અને બાકીના લોકોને બહાર જવાનો આદેશ આપ્યો હતો.

કોવિડ રિપોર્ટ ના હોવાથી જેલમાં ના ગયા
ગઈ કાલે, 7 ઓક્ટોબરના રોજ NCBના ઝોનલ ડિરેક્ટરે કોર્ટને વિનંતી કરી હતી કે તમામ આરોપીઓને NCB લોકઅપમાં જ રાખવામાં આવે, કારણ કે સાંજે છ વાગ્યા પછી કોવિડ રિપોર્ટ વગર જેલમાં આરોપીની એન્ટ્રી થઈ શકતી નથી, આથી NCB પાસે જ આઠેય આરોપીના રિમાન્ડ રહે, જેને કોર્ટે માન્ય રાખ્યું હતું.