બર્થડે વિશ:બુર્જ ખલીફા પર શાહરુખ ખાનનું નામ, એક્ટરે કહ્યું- 'વિશ્વની સૌથી ઊંચી સ્ક્રીન પર મારી જાતને જોવાની મજા આવી'

મુંબઈએક વર્ષ પહેલા

શાહરુખ ખાનનો 2 નવેમ્બરના રોજ 55મો જન્મદિવસ હતો. શાહરુખે પરિવાર તથા મિત્રોની સાથે દુબઈમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. વિશ્વભરના ચાહકોએ પોતાના ફેવરિટ સ્ટાર શાહરુખને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. દુબઈના આઈકોનિક બુર્જ ખલીફાએ શાહરુખની ઈમેજ ડિસ્પ્લે કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ બુર્જ ખલીફાએ આ જ રીતે શાહરુખને જન્મદિવસ વિશ કર્યો હતો.

કરન જોહરે વીડિયો શૅર કર્યો
શાહરુખે પરિવાર તથા મિત્રો સાથે બુર્જ ખલીફા આગળ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કરન જોહરે વીડિયો શૅર કરીને કહ્યું હતું કે હેપ્પી બર્થડે શાહરુખ. લવ યુ. વધુમાં કરને કહ્યું હતું કે ભગવાન કરે કે આ રોશની હંમેશાં ઝગમગાતી રહે. વીડિયોમાં શાહરુખ ખાન બુર્જ ખલીફા આગળ ઊભો છે.

શાહરુખ ખાને આભાર માન્યો
શાહરુખે સોશિયલ મીડિયામાં બુર્જ ખલીફાની એક તસવીર શૅર કરી છે, જેમાં તે બુર્જ ખલીફા આગળ ઊભો હોય છે. તસવીર શૅર કરીને શાહરુખે કહ્યું હતું, 'દુનિયાની સૌથી મોટી તથા ઊંચી સ્ક્રીન પર મારી જાતને જોઈને ઘણું જ સારું લાગ્યું. મારા મિત્ર મોહમ્મદ અલબરે મારી આગામી ફિલ્મ આવે તે પહેલા જ આ કરી દીધું. બુર્ઝ ખલીફા તથા દુબઈ આ પ્રેમ માટે આભાર. દુબઈમાં હું જાતે જ મહેમાન બનીને આવ્યો છું. મારા બાળકો આનાથી ઈમ્પ્રેસ થઈ શકે છે અને મને આના પર પ્રેમ આવી રહ્યો છે.'

આ પહેલા વીડિયો શૅર કરીને કહ્યું હતું, આવતા વર્ષે સાથે બર્થડે મનાવીશું
શાહરુખ ખાને એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'તમારી બધાની પ્રાર્થનાનો આભાર માનવા માટે આ વીડિયો બનાવ્યો છે. SRK યુનિવર્સ, ફેન્સ ક્લબ તથા અન્ય તમામ જેમના નામ હું ભૂલી રહ્યો હોઉં. તમે બ્લડ ડોનેશન, PPE કિટ્સ તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપી, તે માટે આભાર. તમે જ્યાં સુધી પ્રેમ વહેંચશો નહીં ત્યાં સુધી મારી જેમ લવર બોય બની શકશો નહીં. તમને બહુ બધો પ્રેમ. આવતા વર્ષે સાથે બર્થડે પાર્ટી કરીશું. 55 કરતાં 56મો બર્થડે વધુ સારો હશે. લવ યુ ઓલ.'

ચાહકોએ જરૂરિયાતમંદોને વસ્તુઓ આપી
શાહરુખના જન્મદિવસ પર એક ફૅન ક્લબે ડોનેશનની માહિતી ટ્વિટર હેન્ડલ પર આપી હતી, જેમાં 5555 માસ્ક, સેનિટાઈઝર તથા ભોજનની વસ્તુ સામેલ હતી. અન્ય એક ફૅન ક્લબે PPE કિટ વહેંચી હતી.

મન્નતની બહાર સન્નાટો
શાહરુખ હાલમાં IPLને કારણે UAEમાં છે. શાહરુખના મુંબઈ ખાતેના ઘર મન્નતની બહાર સન્નાટો જોવા મળ્યા હતા. શાહરુખે પણ વીડિયો રિલીઝ કરીને અપીલ કરી હતી કે ચાહકો જન્મદિવસ મનાવવા માટે ભેગા ના થાય. આમ તો દર વર્ષે શાહરુખના જન્મદિવસ પર મન્નતની બહાર ચાહકોની ભીડ જમા થતી હતી.

શાહરુખના જીવનના ત્રણ ઇમોશનલ કિસ્સા: ICUમાં મોત સામે ઝઝૂમતી માતાને અંતિમ સમયે મળવા માગતો નહોતો, પિતાનો ચહેરો છેલ્લી વાર જોયો નહોતો