SRKના હમશકલની મુસીબત વધી:આર્યનની ધરપકડને કારણે શાહરુખ ખાનના ડુપ્લીકેટ્સ મુશ્કેલીમાં મુકાયા, કાર્યક્રમો કેન્સલ થયાં

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુનિયર શાહરુખ તરીકે લોકપ્રિય એવા રાજુ પાસે બાળકોની ફી ભરવાના પૈસા નથી

શાહરુખ ખાનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હાલમાં આર્થર રોડ જેલમાં છે. આર્યન ખાનની જામીન અરજી પર 13 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. દીકરાની ધરપકડ થવાથી શાહરુખ ખાનની બાયજૂસ એડ હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. જોકે, દીકરાની ધરપકડની અસર માત્ર શાહરુખ પર જ નથી, પરંતુ તેના ડુપ્લીકેટ પર પણ થઈ રહી છે.

શાહરુખના ડુપ્લીકેટ રાજુ રહિકવરે શું કહ્યું?
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં રાજુએ કહ્યું હતું, 'છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને કારણે મારી પાસે કોઈ કામ નહોતું. છેલ્લાં થોડાં સમયથી ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી હતી. જયપુરમાં હું 10 ઓક્ટોબરના રોજ એક બર્થડે પાર્ટીમાં જવાનો હતો. અઠવાડિયા બાદ જયપુરમાં જ એક સોશિયલ ફંક્શનમાં મારે હાજરી આપવાની હતી. જોકે, બંને ઇવેન્ટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. ઓર્ગેનાઇઝર્સે મને કહ્યું કે લોકો હાલમાં શાહરુખની ઇમેજ સાથે સહજ નથી. મને વિશ્વાસ છે કે શાહરુખભાઈ આ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે.' ઉલ્લેખનીય છે કે રાજનું મૂળ નામ દુર્ગા રહિકવર છે.

રાજુ છેલ્લાં બે દાયકાથી શાહરુખના ડુપ્લીકેટ તરીકે કામ કરે છે
રાજુ છેલ્લાં બે દાયકાથી શાહરુખના ડુપ્લીકેટ તરીકે કામ કરે છે

સંતાનોની સ્કૂલ ફી ભરવાના પૈસા નથી
વધુમાં રાજુએ કહ્યું હતું કે તે આ ઇવેન્ટ્સમાંથી મળેલા પૈસાથી બાળકોની સ્કૂલની ફી ભરવાનું વિચારતો હતો, પરંતુ હવે તેણે અન્ય વિકલ્પો વિચારવા પડશે. તે સ્કૂલને વિનંતી કરશે કે ફી ભરવા માટે ડિસેમ્બર સુધીનો સમય આપે. ઉલ્લેખનીય છે કે રાજુ બે દાયકાથી શાહરુખના ડુપ્લીકેટ તરીકે કામ કરી રહ્યો છે. તે શાહરુખને ગોડફાધર માને છે. તે કહે છે કે આજે તેણે જે પણ હાંસિલ કર્યું છે તે માત્રને માત્ર શાહરુખને કારણે છે. તેને SRK સામે કોઈ ફરિયાદ નથી. તે શાહરુખ માટે પોતાનું કામ છોડવા તૈયાર છે. તેની ઓળખ શાહરુખને કારણે જ છે. તેના માટે શાહરુખ ભગવાન છે. અત્યારે તેનો પરિવાર દુઃખમાં છે અને તે આ લાગણી સમજી શકે છે. તે બસ એટલું જ ઈચ્છે છે કે આર્યનભાઈ જલદીથી ઘરે પરત આવે.

શાહરુખની પરિસ્થિતિ જોઈને હાલમાં રાજ ઘણો જ દુઃખી છે
શાહરુખની પરિસ્થિતિ જોઈને હાલમાં રાજ ઘણો જ દુઃખી છે

શા માટે આર્યનને ટાર્ગેટ કરવામાં આવે છે
રાજુ ચાહકોમાં જુનિયર SRK તરીકે લોકપ્રિય છે. તેણે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી આવતો કે કયા કારણથી આર્યનને જેલમાં રાખવામાં આવ્યો છે. ક્રૂઝમાંથી ટોટલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ શાહરુખ ખાનનો દીકરો હોવાને કારણે તેનું જ નામ વારંવાર ઉછાળવામાં આવે છે. તેમની પાસે પૂરતા પુરાવા પણ નથી. કંઈક એવું છે તે યોગ્ય નથી. તેઓ આર્યનના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. તે બાળક છે અને તેને બીજીવાર તક આપવી જોઈએ.

હૈદર મકબૂલે આ મુશ્કેલ પરિસ્થિતિમાં શાહરુખનો સપોર્ટ કર્યો હતો
હૈદર મકબૂલે આ મુશ્કેલ પરિસ્થિતિમાં શાહરુખનો સપોર્ટ કર્યો હતો

માત્ર રાજુ જ નહીં પરંતુ શાહરુખનો બીજો હમશકલ હૈદર મકબૂલને પણ હાલમાં કામ મળતું નથી. હૈદરે કહ્યું હતું કે આગામી બે અઠવાડિયામાં તેણે કેટલીક ઇવેન્ટ્સમાં જવાનું હતું, પરંતુ તમામ ઇવેન્ટ્સ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેને આની સામે કોઈ જ વાંધો નથી, કારણ કે તે શાહરુખને કારણે સફળ થયો છે. આ મુશ્કેલ સમયમાં તે શાહરુખની પડખે છે. હાલ જે બની રહ્યું છે તેનાથી તે ઘણો જ નિરાશ થયો છે. શાહરુખ ખાન ઘણું જ સહન કરી રહ્યો છે અને તે પ્રાર્થના કરે છે કે આર્યન જલદીથી ઘરે આવી જાય.