શાહરૂખની દીકરીનું દિલ તૂટ્યું:શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ન્યુયોર્કથી મુંબઈથી પરત ફરી છે, ફોટો શેર કરીને પોતાના દિલની હાલત જણાવી

2 દિવસ પહેલા
  • આર્યન જેલમાં હતો તે દરમિયાન સુહાનાએ પોતાની પોસ્ટ દ્વારા તેને સપોર્ટ કર્યો હતો

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને હવે તે પોતાના ઘર મન્નત એટલે કે મુંબઈ પરત આવી રહી છે. આ સમાચાર ખુદ સુહાનાએ સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા છે. સુહાનાએ એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે- ચિંતા ન કરો, ભલે તુ ન્યૂયોર્ક છોડીને જતી હો, પરંતુ તેમ છતાં તુ એક ન્યૂયોર્કર જ રહીશ.

21 વર્ષની છે સુહાના
શાહરૂખની દીકરી સુહાના ખાન 21 વર્ષની છે. સુહાનાનો જન્મ 22 મે, 2000ના રોજ મુંબઈમાં થયો હતો. સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સુહાનાએ નવેમ્બર 2019માં આવેલી 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં કામ કર્યું હતું. અંગ્રેજીમાં બનેલી આ 10 મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાના પરફોર્મંન્સની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી અને તેના બોલિવૂડ ડેબ્યુને લઈને પણ ઘણી ઉત્સુકતા જગાવી હતી.

જો કે, શાહરૂખે કહ્યું હતું કે, ફિલ્મોમાં આવતા પહેલા સુહાના પોતાનો અભ્યાસ પૂરો કરશે. સુહાના અત્યારે ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો કોર્સ કરી રહી હતી. તેને ફિલ્મ ઝીરો 'ઝીરો'માં પોતાના પિતા શાહરૂખ ખાનને આસિસ્ટ કર્યો હતો.

દિવાળી પહેલા પાછી આવવાની હતી
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવેલા આર્યનને જામીન મળ્યા બાદથી જ સુહાનાની વાપસીને લઈને ચર્ચાઓ થઈ રહી હતી કે તે દિવાળી અને આર્યનનો બર્થ ડે પરિવારની સાથે મનાવશે. પરંતુ તે ઈન્ડિયા ન આવી શકી. હવે સુહાનાની એક પોસ્ટે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આર્યન જેલમાં હતો તે દરમિયાન સુહાનાએ પોતાની પોસ્ટ દ્વારા તેને સપોર્ટ કર્યો હતો.