સેલેબ લાઇફ:શાહરુખ ખાનની દીકરી ન્યૂયોર્કથી ભણીને ભારત પરત ફરી, બોલિવૂડ ડેબ્યૂ કરશે?

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ન્યૂયોર્કમાંથી ફિલ્મમેકિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ મુંબઈ પરત ફરી છે. 14 જાન્યુઆરીના રોજ સુહાના ખાન મુંબઈમાં જોવા મળી હતી. તે પોતાની કારમાં બેઠી હતી.

મુંબઈ પરત ફરી
સુહાના ખાને ફોટોગ્રાફર જોઈને હાથ હલાવ્યો હતો. સુહાનાને મુંબઈમાં જોતા જ શાહરુખના ચાહકો ઘણાં જ ખુશ થઈ ગયા હતા. સુહાના ખાને નવેમ્બર, 2021માં ન્યૂયોર્ક છોડવાની વાત કહી હતી. સુહાના બોલિવૂડમાં કામ કરવા માગે છે. સુહાનાએ અભ્યાસ પૂરો કરી લીધો છે. જોકે, હવે સુહાના બોલિવૂડના કયા પ્રોડક્શન હાઉસથી ડેબ્યૂ કરશે તે હજી સુધી નક્કી નથી. જોકે, સુહાના ધર્મા પ્રોડક્શન અથવા યશરાજ બેનર બેમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે.

ગયું વર્ષ સુહાના માટે સારું નહોતું
ગયું વર્ષ ખાન પરિવાર માટે સારું રહ્યું નહોતું. સુહાનાનો ભાઈ તથા શાહરુખ-ગૌરીનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. તે આર્થર રોડ જેલમાં રહ્યો હતો. પરિવાર પર આવી પડેલી મુસીબતમાં સુહાના અહીંયા નહોતી. તે ન્યૂયોર્કમાં હતી. શાહરુખ-ગૌરીએ સુહાનાને તે સમયે ભારત આવવાની ના પાડી હતી.

સુહાના 21 વર્ષની છે
શાહરૂખની દીકરી સુહાના ખાન 21 વર્ષની છે. સુહાનાનો જન્મ 22 મે, 2000ના રોજ મુંબઈમાં થયો હતો. સુહાના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સુહાનાએ નવેમ્બર, 2019માં આવેલી 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં કામ કર્યું હતું. અંગ્રેજીમાં બનેલી આ 10 મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાના પર્ફોર્મંન્સની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.