તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'પઠાન'નું શૂટિંગ શરૂ:દિવાળીના ચાર દિવસ બાદ શાહરુખે શૂટિંગ શરૂ કર્યું, જ્હોન અબ્રાહમ-દીપિકા ત્રણ દિવસ બાદ જોઈન કરશે

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

કોરોનાના જોખમની વચ્ચે બિગ સ્ટાર્સ ઘરની બહાર નીકળીને શૂટિંગના સેટ પર આવી રહ્યા છે. શાહરુખ ખાને દિવાળીના ચોથા દિવસે ફિલ્મ 'પઠાન'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરુખ ખાન 18 નવેમ્બરના રોજ યશરાજ સ્ટૂડિયોની બહાર જોવા મળ્યો હતો. લાંબા વાળ તથા દાઢીવાળા લુકમાં શાહરુખ શૂટિંગ કરવા આવ્યો હતો. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરવાના છે.

શાહરુખ ખાન લાંબા વાળ સાથે સ્ટાઈલિશ સનગ્લાસમાં જોવા મળ્યો હતો. શાહરુખ પોતાની કારમાંથી ઊતરીને સ્ટૂડિયો તરફ જતો હતો.

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ વિલનનો રાલમાં છે. શાહરુખની એપોઝિટ દીપિકા પાદુકોણ છે. ટ્રેડ સૂત્રોના મતે, 18 નવેમ્બરના રોજ માત્ર શાહરુખ ખાને જ શૂટિંગ કર્યું હતું. જ્હોન તથા દીપિકા બે-ત્રણ દિવસ બાદ શૂટિંગ શરૂ કરશે. એક મહિના સુધી સ્ટૂડિયોની અંદર જ શૂટિંગ થશે.

'પઠાન' બાદ શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ શરૂ કરશે. આ ફિલ્મ માઈગ્રેશન પર આધારિત છે. ફિલ્મને કનિકા ધિલ્લોને લખી છે. 'પઠાન'ની વાત કરીએ તો આ ફિલ્મને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

'પઠાન'માં શાહરુખ એક્શન અવતારમાં જોવા મળશે
જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે.

'પઠાન'માં સલમાન બનશે ટાઈગર
શાહરુખ ખાન અઢી વર્ષ બાદ ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'એક થા ટાઈગર'માં ભજવેલા ટાઈગરનો રોલ પ્લે કરશે. સલમાન 'ટાઈગર 3'નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં આ ફિલ્મનું શૂટિંગ 12 દિવસ સુધી કરશે. 'ટાઈગર 3' તથા 'પઠાન' યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

સંજય દત્ત હૈદરાબાદમાં 'ભુજ'નું પેચ વર્ક કરશે
શાહરુખ મુંબઈમાં તો સંજય દત્ત હૈદરાબાદમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરશે. રામોજી ફિલ્મસિટીમાં સંજય દત્ત 'ભુજ'નું પેચ વર્ક પૂરું કરશે. આમ તો દિવાળી પછી સંજય દત્ત 'પૃથ્વીરાજ'નું શૂટિંગ કરવાનો હતો. જોકે, કોરોનાને કારણે શૂટિંગ શિડ્યૂઅલ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. આ ફિલ્મમાં સંજય દત્તે મોહમ્મદ ઘોરીનો રોલ પ્લે કર્યો છે જ્યારે 'ભુજ'માં તે જાસૂસના રોલમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો