દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો ત્યારબાદથી શાહરુખ ખાન મીડિયાને ટાળી રહ્યો છે. જોકે, આર્યન ખાનને જામીન મળી ગયા છે અને બોમ્બે હાઇકોર્ટે એમ પણ કહ્યું છે કે આર્યન કોઈ ષડયંત્રમાં સામેલ નથી. હવે શાહરુખ ખાન એક્ટ્રેસ કેટરીનાના લગ્નમાં સામેલ થશે તેવી ચર્ચા છે.
શાહરુખને આમંત્રણ આપ્યું
કેટરીનાના નિકટના મિત્રોના મતે, એક્ટ્રેસ ગેસ્ટ લિસ્ટ અંગે ઘણી જ સજાગ છે. જોકે, તેણે શાહરુખ ખાનને આમંત્રણ આપી દીધી છે. વિકી કૌશલ પણ શાહરુખનો ફૅન છે. બંનેએ શાહરુખને લગ્નમાં હાજરી આપવાની વિનંતી કરી છે.
ગૌરી ખાન નહીં આવે
શાહરુખના નિકટના મિત્રોના જણાવ્યા પ્રમાણે ગૌરી ખાન આવશે નહીં. શાહરુખ ખાન રાજસ્થાનમાં યોજાનારા આ લગ્નમાં હાજર જરૂર રહેશે, પરંતુ તે થોડાંક જ કલાક માટે હાજરી આપશે. તે ત્રણ દિવસના ફંક્શન એટેન્ડ કરશે નહીં.
એરપોર્ટ પર શાહરુખની સંતાકૂકડી
શાહરુખ ખાન છ નવેમ્બરે મુંબઈથી દિલ્હી ગયો હતો. જોકે, આ સમયે શાહરુખની એક ઝલક પણ જોવા મળી નહોતી. એક્ટર બીજા દિવસે એટલે કે 7 નવેમ્બરે દિલ્હીથી મુંબઈ પરત ફર્યો હતો. શાહરુખ મુંબઈના કલીના એરપોર્ટ પર આવ્યો હતો. જોકે, આ સમયે પણ શાહરુખની એક ઝલક જોવા મળી નહોતી.
કાળી છત્રીમાં જોવા મળ્યો
શાહરુખ ખાન એરપોર્ટથી બહાર નીકળીને પોતાની કારમાં બેસવા ગયો ત્યારે તે નહોતો ઈચ્છતો કે ફોટોગ્રાફર્સ તેની તસવીર ક્લિક કરે. આથી જ તેણે સિક્યોરિટી ગાર્ડ પાસે કાળી છત્રી મગાવી હતી. શાહરુખ એરપોર્ટના દરવાજેથી નીચા નમીને કાળી છત્રીમાં પોતાની કાર પર બેસી ગયો હતો. ચર્ચા છે કે શાહરુખ એકલ નહોતો, કારણ કે બે લોકો છત્રી પાછળ છુપાઈને કારમાં બેઠાં હતાં.
સલમાન ખાનને આમંત્રણ આપ્યું નથી
કેટરીના કૈફે હજી સુધી સલમાન તથા ખાન પરિવારને આમંત્રણ આપ્યું નથી. સલમાન ખાન લગ્નમાં સામેલ થશે નહીં. એક્ટર ઇવેન્ટ માટે રિયાધમાં વ્યસ્ત હશે. સલમાન રિસેપ્શનમાં હાજરી આપશે.
7-12 ડિસેમ્બરની વચ્ચે લગ્ન
કેટ-વિકીના લગ્ન રાજસ્થાનના સવાઈમાધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં 7-12 ડિસેમ્બરની વચ્ચે યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.