તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી પ્રોડ્યુસરનું નિધન:'રામ જાને' જેવી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રવેશ સી. મેહરાનું નિધન, એક મહિનાથી કોરોના સામે લડી રહ્યા હતા

2 મહિનો પહેલા

શાહરુખ ખાન સ્ટારર 'ચમત્કાર' (1992) અને 'રામ જાને' (1995) જેવી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રવેશ સી. મેહરાનું નિધન થયું છે. તે અંદાજે એક મહિનાથી કોરોના સામે લડી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર શુક્રવાર સાંજે 4 વાગ્યે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ઘણા વર્ષો મિનર્વા સિનેમાના માલિક રહ્યા
પ્રવેશ મેહરા 71 વર્ષના હતા. તેમના પરિવારમાં એક દીકરો અને દીકરી સિવાય, એક મોટી બહેન અને ત્રણ નાના ભાઈ ઉમેશ, રાજેશ અને રાજીવ છે. તે લાંબા સમય સુધી મુંબઈમાં મિનર્વા સિનેમાના માલિક રહ્યા, જ્યાં 1975ની સુપરહિટ ફિલ્મ 'શોલે' 5 વર્ષ સુધી લાગી હતી.

આ ફિલ્મોને પણ પ્રોડ્યુસ કરી હતી
'ચમત્કાર' અને 'રામ જાને' સિવાય પ્રવેશ મેહરાએ 'સલાખેં' (1975), 'અશાંતિ' (1982), 'આખિરી અદાલત' (1988), 'શિકારી: ધ હન્ટર' (1991) અને 'કિલા' (1998) જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો