તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રમાં કોરોના કર્ફ્યુ:શાહરૂખની ‘પઠાન’ અને સલમાનની ‘ટાઈગર 3’ને નુકસાન નહીં થાય, અક્ષયની ‘રક્ષાબંધન’નું શૂટિંગ શરુ થયા પહેલાં જ અટકી પડ્યું

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • આલિયાની ભટ્ટની ‘ડાર્લિંગ્સ’ના ડિરેક્ટર કોરોના પોઝિટિવ છે
  • પઠાન અને ટાઈગર 3 ફિલ્મનું 40થી 45% શૂટિંગ થઇ ગયું છે

મહારાષ્ટ્રમાં કોરોના કર્ફ્યુને લીધે ઘણા સ્ટાર્સની ફિલ્મ અટકી પડી છે. તેમાં શાહરૂખ ખાનની ‘પઠાન’, સલમાન ખાનની ‘ટાઈગર 3’, આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ્સ’,‘ગંગુબાઈ કાઠિયાવાડી’, અક્ષય કુમારની ‘રામસેતુ’, ‘રક્ષાબંધન’, રણવીર સિંહની કરણ જોહરની ફિલ્મ અને નુસરત ભરૂચાનો વેબ શો જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ છે. અટવાયેલા પ્રોજેક્ટ પર એક નજર કરીએ:

‘પઠાન’ અને ‘ટાઈગર 3’ના નિર્માતાને નુકસાન નહિ
ટ્રેડ સાથે જોડાયેલા સૂત્રોની માહિતી પ્રમાણે,પઠાન અને ટાઈગર 3 પર અત્યાર સુધી કોઈ અસર નહોતી થઇ અને તે યશરાજ સ્ટુડિયોમાં શૂટ થઇ રહી હતી. બંનેનું 40થી 45 ટકા શૂટિંગ થઇ ગયું છે, પરંતુ કોરોના કર્ફ્યુંને લીધે બંનેનું શૂટિંગ હાલ બંધ છે. આ બંને ફિલ્મ વધારે બજેટની છે. જો કે, મેકર્સને કોઈ નુકસાન થયું નથી. આથી બંને ફિલ્મના નિર્માતાની પોતાની જ પ્રોપર્ટી પર શૂટિંગ ચાલુ હતું.

અક્ષયની ‘રક્ષાબંધન’, પ્રીતિશની વેબ સિરીઝ અટકી
અક્ષય કુમારની રક્ષાબંધનનું શૂટિંગ આવતા અઠવાડિયેથી થવાનું હતું. આ માટે મુંબઈની મીરા ભાયંદર વિસ્તારમાં જીસીસી હોટેલ એન્ડ ક્લબને બુક કરવાનું હતું. હાલ તેનું પણ કઈ નક્કી નથી. પ્રીતિશ નંદી ‘ફોર મોર શોટ્સ’ની ત્રીજી સીઝન શૂટ કરી રહ્યા હતા. તે પણ હાલ બંધ છે.

નુસરત ભરૂચાની વેબ સિરીઝમાં બ્રેક વાગી
લવ રંજનના સૂત્રોએ જણાવ્યું, નુસરત ભરૂચા અને સોહમ શાહની એક વેબ સિરીઝની પ્લાનિંગ થઈ રહ્યું હતું. કોરોના કર્ફ્યુંને લીધે તે બંધ રાખવું પડ્યું. સંગીતકાર લલિત પંડિતે કહ્યું, મારી ‘આઈ લવ લોકતંત્ર’ નામની ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું. તેમાં ઈશા કોપ્પિકર, સ્નેહા ઉલાલ અને નવોદિત અમિત મહેતા મુખ્ય રોલમાં છે.

કોસ્ચ્યુમ ઇન્ડસ્ટ્રીનું કામ ઠપ
કોસ્ચ્યુમ ડિઝાઈનર અરુણ જે ચૌહાણે કહ્યું, અમારું કામ તો એકદમ બંધ થઇ ગયું છે. અમે બહાર ગયા વગર કોસ્ચ્યુમ ખરીદી નથી શકતા કે બનાવી શકતા નથી. કપડાને કલર કરાવી શકતા નથી. હાલ ઈમ્તિયાઝ અલીના બેનર હેઠળની શીની બીજી સીઝનનું શૂટિંગ ચાલુ છે. માર્ચમાં 15થી 16 દિવસની શૂટિંગ પણ થઇ ગયું હતું. હાલ તે બંધ છે.

આલિયાની ‘ડાર્લિંગ્સ’ના ડિરેક્ટરને કોરોના
કરણ જોહરના સૂત્રોએ જણાવ્યું, આલિયા ભટ્ટની ડાર્લિંગ્સ પણ અટકી પડી છે. તેના ડિરેક્ટરને કોરોના થયો છે. સાથે જ હવે કોરોના કર્ફ્યું લાગુ થઇ ગયો છે. રણવીરની સાથે આલિયાઈ અન્ય એક ફિલ્મ પણ હોલ્ડ પર છે. આ ફિલ્મ કરણ જોહર ડિરેક્ટ કરવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...