વાઇરલ વીડિયો:લંડનમાં 'ડંકી'નું શૂટિંગ કરીને શાહરુખ ખાન પરત ફર્યો, લાંબા સમય બાદ માસ્ક ને છત્રીમાં ચહેરો ના છુપાવ્યો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાન હાલમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે શાહરુખ ખાનની એક પછી એક એમ ત્રણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. શાહરુખ ખાન લંડનમાં રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી'ના શૂટિંગ અર્થ ગયો હતો. હવે શાહરુખ ખાન ભારત પરત ફર્યો છે. શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયો હતો.

લાંબા સમય બાદ મોઢું ના છુપાવ્યું
શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર પોતાની મેનેજર પૂજા તથા બૉડીગાર્ડ રવિ સાથે જોવા મળ્યો હતો. આ પહેલી વાર હતું કે શાહરુખ ખાને માસ્ક કે છત્રીમાં ચહેરો છુપાવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં શાહરુખના દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ત્યારબદાથી તે જ્યારે પણ એરપોર્ટ કે પબ્લિક પ્લેસ પર આવતો તો માસ્ક ને છત્રીમાં ચહેરો છુપાવતો હતો. આ વર્ષે ઈદ પર બાબા સિદ્દીકીની પાર્ટીમાં તેણે રેડ કાર્પેટ પર કમને પોઝ આપ્યા હતા. કરન જોહરની 50મી બર્થડે પાર્ટી (25 મે)માં શાહરુખ ખાને બેક સ્ટેજ એન્ટ્રી લીધી હતી.

એરપોર્ટ પર શાહરુખ પ્લેન વ્હાઇટ ટીશર્ટ, બ્લૂ પેન્ટ તથા જેકેટમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક કેપની સાથે સનગ્લાસ પહેર્યા હતા.

આવતા વર્ષે આ ત્રણ ફિલ્મ રિલીઝ થશે
હાલમાં જ શાહરુખ ખાને બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે 2023માં સૌ પહેલાં શાહરુખ ખાનની 'પઠાન' રિલીઝ થશે. ત્યારબાદઅને 'જવાન' પછી 'ડંકી' રિલીઝ થશે.