બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરુખ ખાન 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન ગયો હતો. મુંબઈ એરપોર્ટ પરની કેટલીક તસવીરો તથા વીડિયો વાઇરલ થયા છે. શાહરુખ ખાન બ્લેક ટી શર્ટ, મેચિંગ પેન્ટ તથા બ્લૂ જેકેટમાં જોવા મળ્યો હતો. શાહરુખે ડાર્ક સનગ્લાસ, માસ્ક તથા માથે કપડું બાંધ્યું હતું.
વાઇરલ વીડિયોમાં શું છે?
વીડિયોમાં જોઈ શકા છે કે શાહરુખ ખાન એરપોર્ટની અંદર જાય છે. એરપોર્ટની અંદર જાય તે પહેલાં શાહરુખ ખાન પોતાના ડ્રાઇવરને ભેટે છે. ત્યારબાદ એરપોર્ટના દરવાજે CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાનને જોતા જ શાહરુખ તેને નમસ્તે કરે છે.
ચાહકોને શાહરુખનું વર્તન ગમ્યું
શાહરુખ જે રીતે ડ્રાઇવરને ભેટ્યો અને જવાનને નમસ્તે કર્યું તે વાત ચાહકોને ઘણી જ ગમી હતી. સો.મીડિયામાં એક ચાહકે કમેન્ટ કરી હતી, 'શાહરુખની એક ઝલક અમારો દિવસ સુધારી દે છે.' અન્ય એકે કહ્યું હતું, 'જે રીતે શાહરુખ પોતાના ડ્રાઇવરને ભેટ્યો, તેને કારણે મનમાંથી માત્ર દુઆ જ નીકળે છે.' બીજા એકે કહ્યું હતું, 'ઓફિસરે શાહરુખ ખાનને ચેક પણ કર્યો નહોતો.' વળી એક ચાહકે કહ્યું હતું, 'બહુ જ દિવસો બાદ દેખાયો...કિંગ ઇઝ બેક.' અન્ય એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'ભારતનું ગૌરવ.'
સ્પેનમાં 'પઠાન'નું શૂટિંગ કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ સ્પેનમાં 'પઠાન'નું શૂટિંગ કરશે.
હાલમાં જ ફિલ્મ રિલીઝની જાહેરાત કરી
તાજેતરમાં જ શાહરુખ ખાને 'પઠાન'નું ટીઝર રિલીઝ કરીને ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે તેની જાહેરાત કરી હતી. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરે છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.