ડ્રગ્સ કેસ:શાહરુખ ખાને સલમાન ખાનનો વકીલ હાયર કર્યો, શું આર્યન ખાનને જામીન મળશે?

મુંબઈ4 દિવસ પહેલા
  • આર્યન ખાનનો કેસ હવે અમિત દેસાઈ લડે છે
  • અમિત દેસાઈએ સલમાનનો કેસ લડ્યો છે

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. મુંબઈના લોકપ્રિય વકીલ સતીશ માનશિંદે આર્યનનો કેસ લડતા હતા. હવે શાહરુખે દીકરાનો કેસ લડવા માટે નવા વકીલ હાયર કર્યા છે.

શાહરુખના નવા વકીલ જામીન અપાવી શકશે?
શાહરુખ ખાને સીનિયર એડવોકેટ અમિત દેસાઈને હાયર કર્યા છે. અમિત દેસાઈએ 2002માં હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને છોડાવ્યો હતો. અમિત દેસાઈએ હવે આર્યન ખાનને જેલમાંથી બહાર કાઢવાની જવાબદારી ઉઠાવી છે. 11 ઓક્ટોબરના રોજ અમિત દેસાઈએ આર્યન તરફથી દલીલો કરી હતી. જામીન અરજી દાખલ કર્યા બાદ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) કાઉન્સિલે કોર્ટ પાસેથી 2 દિવસનો સમય જવાબ દાખલ કરવા માટે માગ્યો નહોતો.

આર્યન તરફથી આ દલીલ કરી હતી
કોર્ટમાં અમિત દેસાઈએ કહ્યું હતું કે આર્યન છેલ્લાં અઠવાડિયાથી જેલમાં છે. જામીન અરજી તપાસ પર નિર્ભર કરતી નથી. તે જામીન માટે દલીલ કરતા નથી, પરંતુ તારીખ માટે દીલલ કરે છે. વહીવટી કારણોસર કોઈની સ્વતંત્રતાને રોકવી જોઈએ નહીં. NCBની તપાસ ચાલુ રહી શકે છે. જ્યાં સુધી આર્યનની વાત છે તો તેને વધુમાં વધુ એક વર્ષની સજા થઈ શકે છે. આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને ના તેની પાસેથી કંઈ મળ્યું છે. આથી જ જો NCB કહે છે કે તેને વધુ સમય જોઈએ છે તો તેણે ફેક્ટ જોવા જોઈએ કે આ બસ એક વર્ષની સજા માટે છે.

સેશન્સ કોર્ટે 13 ઓક્ટોબરે સુનાવણી કરવાનું કહ્યું
આર્યન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટ 13 ઓક્ટોબરે બપોરે 2.45 વાગે સુનાવણી કરશે.

અમિત દેસાઈએ સલમાનને જામીન અપાવ્યા હતા
અમિત દેસાઈએ 2015માં સલમાન ખાનની જામીન અરજીનો કેસ લડ્યો હતો. અમિત દેસાઈએ નીચલી કોર્ટના ચુદાકોને પડકાર્યો હતો. નીચલી અદાલતે સલમાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. મે, 2015માં અમિત દેસાઈએ સલમાન ખાનનો બચાવ કર્યો હતો અને 30 હજારના બોન્ડ પર જામીન અપાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...