કસ્ટમ ઓફિસરે સાચી હકીકત જણાવી:'શાહરુખ ખાને કોઈ દંડ ભર્યો નથી અને કોઈની પણ પૂછપરછ થઈ નથી'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

12 નવેમ્બર, શનિવારના રોજ એ વાત સામે આવી હતી કે શાહરુખ ખાન તથા તેની ટીમને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે રોક્યા હતા. શાહરુખ ખાન પાસે મોંઘી ઘડિયાળો હતો અને તે UAEથી લઈને આવ્યો હતો. આ જ કારણે શાહરુખને દંડ પણ ભરવો પડ્યો હતો. હવે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વાતનીમાહિતી કસ્ટમ અધિકારીએ આપી છે કે શાહરુખને નહીં, પરંતુ તેના બૉડીગાર્ડને એરપોર્ટ પર રોક્યો હતો.

કસ્ટમ અધિકારીએ સાચી વાત કહી
કસ્ટમ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'શાહરુખ પાસેથી કોઈ દંડની રકમ લેવામાં આવી નથી. તેમની પાસે માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. શાહરુખ તથા તેની ટીમ જે સામાન લાવી હતી તેની એક્સાઇઝ ડ્યૂટી લેવામાં આવી હતી. મીડિયામાં ચાલતી બધી જ વાતો ખોટી છે.'

કસ્ટમ અધિકારીએ કહ્યું હતું, 'શાહરુખ અને તેની ટીમ GA (જનરલ એવિએશન) ટર્મિનલ પર રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આવી હતી. ટર્મિનલ 2 પર અલગ અલગ પેસેન્જર્સ માટે અલગ અલગ કલર-કોડ લગાવવામાં આવ્યા છે, પરંતુ GA ટર્મિનલ પર આવી કોઈ વ્યવસ્થા નથી. શાહરુખ અને તેની ટીમ પાસે 6-7 બેગ હતી, આથી આ તમામની સ્ક્રીનિંગ કરવા માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. બેગમાંથી ઘડિયાળના ખાલી બોક્સ નીકળ્યા હતા અને એક એપલ વૉચ હતી. આ તમામ વસ્તુઓની તેમની પાસે કોઈ રિસિપ્ટ નહોતી. તેમણે એવું કહ્યું હતું કે આ તેમને ભેટમાં મળી છે. આથી અમે આ તમામની કિંમત માટે સર્ચ કર્યું હતું અને તેની કિંમત 17.86 લાખ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ રવિ (શાહરુખ ખાનનો બૉડીગાર્ડ)ને એક બેગ સાથે એસ્કોર્ટ કરીને ડ્યૂટી ભરવા માટે લઈ જવામાં આવ્યો હતો. રવિએ 6.88 લાખ (કુલ કિંમતના 38.5% કસ્ટમ ડ્યૂટી) ભર્યા હતા.'

બુક લૉન્ચિંગમાં હાજરી આપી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શાહરુખ પોતાની ટીમ સાથે બુક લૉન્ચ ઇવેન્ટમાં પણ સામેલ થયો હતો. તે શુક્રવાર, 11 નવેમ્બરે રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પરત ફર્યો હતો. એરપોર્ટ પર રેડ ચેનલ ક્રોસ કરતા સમયે કસ્ટમે શાહરુખ અને તેની ટીમને રોકીને બેગની તપાસ કરી હતી.

અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને UAEમાં અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. કિંગ ખાનને આ અવૉર્ડ તેના યોગદાન તથા ગ્લોબલ આઇકન તરીકે આપવામાં આવ્યો છે. 11 નવેમ્બરના રોજ શાહરુખ ખાને UAEના એક્સપો સેન્ટરમાં હાજરી આપી હતી. અહીં શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર 2022ના 41મી એડિશનમાં ગ્લોબલ આઇકન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નેરેટિવ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન શાહરુખે મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. જ્યારે શાહરુખને પૂછવામાં આવ્યું કે તેના પેરેન્ટ્સ તેની અચીવમેન્ટ જોઈને શું કહેત? જવાબમાં એક્ટરે કહ્યું હતું, 'મને લાગે છે કે મારી અમ્મી સૌ પહેલા મને જોઈને કહેત કે તું ઘણો જ પાતળો થઈ ગયો છે. થોડું વજન વધાર. તારું મોં કેવું થઈ ગયું છે, તારા ગાલ બેસી ગયા છે.'

શાહરુખ ખાને વધુમાં કહ્યું હતું, 'મને લાગે છે કે મારા અચીવમેન્ટ પર પેરેન્ટ્સ બહુ જ ખુશ થાત. જો હું વાસ્તવમાં આને અચીવમેન્ટ કહું તો મને લાગે છે કે આ તમામ વસ્તુઓ આપણે કરવી જોઈએ અને જીવવી જોઈએ. હું એમ માનું છું કે મેં જે રીતે ત્રણેય બાળકને મોટા કર્યા એ જોઈને પેરેન્ટ્સને ગર્વ થાત. મારા પેરેન્ટ્સ આ જોઈને ખુશ થાત.'

આવતા વર્ષે આ ત્રણ ફિલ્મ રિલીઝ થશે
હાલમાં જ શાહરુખ ખાને બોલિવૂડમાં 30 વર્ષ પૂરાં કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે 2023માં સૌ પહેલાં તેની 'પઠાન' રિલીઝ થશે. ત્યાર બાદ 'જવાન' પછી 'ડંકી' રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...