હાલમાં શાહરુખ ખાન ક્યાં છે?:ડ્રગ્સ પાર્ટીમાં દીકરાની ધરપકડ થયા પછી શાહરુખ ખાન સેટ પરથી ગાયબ, શૂટિંગમાં એક્ટરનો આ હમશક્લ કરી રહ્યો છે કામ

મુંબઈ2 મહિનો પહેલા
શાહરુખ અને તેનો ડુપ્લીકેટ પ્રશાંત બાલદે
  • આર્યન ખાનના સમાચાર આવ્યા પછીથી શાહરુખ ખાન ઘરની બહાર નીકળ્યો નથી

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ઝડપાયો હતો અને ત્રીજી ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. દીકરાના પર લાગેલા આરોપ પછી શાહરુખ ખાન ઘરની બહાર નીકળ્યો નથી તે સેટ પરથી પણ ગાયબ છે. શાહરુખની કમી પૂરી કરવા માટે હાલ તેના હમશક્લથી કામ ચલાવાઈ રહ્યું છે.

અઢી વર્ષથી એક પણ ફિલ્મમાં નહીં દેખાયો
શાહરુખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ઝીરો ફિલ્મમાં દેખાયો હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. આશરે અઢી વર્ષ સુધી તે એક પણ ફિલ્મમાં દેખાયો નથી. ઝીરો પછી કિંગખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. આ વર્ષે શાહરુખ ખાને ઘણા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ફિલ્મ ‘પઠાન’ અને ‘લાયન’નું તો શૂટિંગ પણ શરૂ કર્યું હતું.

શાહરૂખનો હમશક્લ પ્રશાંત બાલદે
શાહરૂખનો હમશક્લ પ્રશાંત બાલદે

હાલ ‘લાયન’ ફિલ્મનું શૂટિંગ ચાલુ
છેલ્લા ઘણા સમય શાહરુખ ખાન મુંબઈના ટાઉન એરિયામાં ડિરેક્ટર એટલી કુમારની ફિલ્મ ‘લાયન’નું શૂટિંગ કરી રહ્યો હતો. આર્યનના સમાચાર આવ્યા પછી શાહરુખ ખાન સેટ પર દેખાયો નથી. શનિવારે રાતે 9 વાગ્યા સુધી એક્ટર સેટ પર હાજર હતો. રવિવાર આખો દિવસ તે સેટ પર ના આવ્યો.

શાહરુખની જગ્યાએ તેનો હમશક્લ કરી રહ્યો છે કામ
એક્ટરનો હમશક્લ પ્રશાંત બાલદેએ ન્યૂઝ એજન્સી આજતકને જણાવ્યું કે, મને નથી ખબર શાહરુખ ભાઈ કયા કારણોથી સેટ પર આવી રહ્યા નથી, પરંતુ હાલ મારું પૂરું શેડ્યુલ છે. મને શૂટિંગ માટે બોલાવવામાં આવ્યો છે અને નેક્સ્ટ ડે પણ હું હાજર રહીશ. હું મારા કામથી મતલબ રાખું છું. જ્યારે મને બોલાવવામાં આવે છે ત્યારે હું આવી જઉં છું.

હાલમાં જ શાહરુખ યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ છે. શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરવાનો હોવાની પણ ચર્ચા છે.