લાચાર પિતાની વ્યથા:દીકરો આર્યન જેલમાં જતાં શાહરુખ ખાન અંદરથી ભાંગી પડ્યો, ચેનથી સૂઈ નથી શકતો ને સરખું જમી નથી શકતો

મુંબઈ2 મહિનો પહેલા
  • આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે, 13 ઓક્ટોબરે જામીન અંગે સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે

દીકરા આર્યન ખાનની ધરપકડ થયા બાદથી શાહરુખ ખાન તથા ગૌરી ખાન મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આર્યન ખાનને જ્યૂડિશિયલ કસ્ટડી આપવામાં આવી ત્યારે કોર્ટની બહાર કારમાં બેઠેલી ગૌરી ખાન ધઅરુસકે ધ્રુસકે રડી પડી હતી. આ મુશ્કેલ સમયમાં શાહરુખ ખાન એકદમ ભાંગી પડ્યો છે અને પોતાને લાચાર સમજે છે.

ગુસ્સામાં છે શાહરુખ
વેબ પોર્ટલ 'બોલિવૂડલાઇફ'ના અહેવાલ પ્રમાણે, શાહરુખના નિકટના મિત્રે દાવો કર્યો છે કે હાલમાં શાહરુખ દીકરાની સ્થિતિ જોઈને ગુસ્સામાં તથા લાચાર જોવા મળે છે. તે ઠીકથી સૂતો નથી અને ભોજન પણ લેવા ખાતર લે છે. તે બહારથી એ બતાવવાનો પ્રયાસ કરે છે કે તે એકદમ શાંત છે. જોકે, સાચી વાત એ છે કે તે અંદરથી ઘણો જ તૂટી ગયો છે. તે ઘણો જ દુઃખી છે. તે નિઃસહાય પિતાની જેમ અંદરથી ભાંગી ગયો છે.

સોમવારે કામ પર પરત ફરવાનો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાન સોમવાર, 11 ઓક્ટોબરના રોજ કામ પર પાછા ફરવાનું વિચારતો હતો. તેને એમ હતું કે ત્યાં સુધી આર્યનને જામીન મળી જશે. જોકે, શાહરુખે જે વિચાર્યું તેનાથી તદ્દન અલગ જ થયું. તેણે હાલમાં પોતાના તમામ વર્ક કમિટમેન્ટ્સ અચોક્કસ સમય સુધી ટાળી દીધા છે.

2 ઓક્ટોબરે અટકાયત કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રૂઝ પરથી આર્યન ખાનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી. 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 7 ઓક્ટોબરે કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી આપી હતી. હાલમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે.

13 ઓક્ટોબરે સુનાવણી થશે
8 ઓક્ટોબરના રોજ ચીફ મેટ્રોપૉલિટન કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. 11 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટે 13 ઓક્ટોબરના રોજ જામીન અરજી પણ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

આ ફિલ્મમાં વ્યસ્ત હતો
આર્યનની જ્યારે અટકાયત તથા ધરપકડ કરવામાં આવી ત્યારે શાહરુખ ખાન એટલીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને શાહરુખ ખાન 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો.

​​​​​સેલેબ્સે શાહરુખને સમર્થન આપ્યું
શાહરુખ ખાનને બોલિવૂડ સેલેબ્સે સપોર્ટ કર્યો છે. હૃતિક રોશન, સુઝાન ખાન, ફરાહ ખાન, પૂજા ભટ્ટ, વિશાલ દદલાણી, ડિરેક્ટર હંસલ મહેતા, રવિના ટંડન, સોમી અલી સહિતના સેલેબ્સે સો.મીડિયામાં શાહરુખને સપોર્ટ કર્યો છે. સલમાન ખાન તથા કરન જોહર 'મન્નત'માં શાહરુખને મળવા પણ ગયા હતા

આર્યને કહ્યું, હા મેં ચરસ લીધું હતું
NCBએ પોતાના પંચનામામાં કહ્યું છે કે આર્યને ચરસ લેવાની વાત સ્વીકારી છે. આર્યન ખાને એ વાત પણ સ્વીકારી છે કે તે છેલ્લાં 4 વર્ષથી ચરસ લેતો હતો. અત્યાર સુધી તપાસ એજન્સીએ 20 લોકોની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...