ડ્રગ્સ કેસ:આર્યન ખાન જેલમાં હોવાથી શાહરુખ ખાને 'પઠાન' તો સલમાન ખાને 'ટાઇગર 3'નું શૂટિંગ કેન્સલ કર્યું

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્યન ખાન 3 ઓક્ટોબરથી જેલમાં છે

NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન શાહરુખ ખાન ફિલ્મ 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. જોકે, હાલમાં શાહરુખે તમામ કામો અટકાવી રાખ્યા છે. શાહરુખ ખાન સાઉથ ડિરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરતો હતો. હવે શાહરુખ 20 ઓક્ટોબરે જામીન અરજીના ચુકાદાની રાહ જોઈ રહ્યો છે.

આર્યનની અટકાયત થઈ ત્યારે શાહરુખ શૂટિંગમાં વ્યસ્ત હતો
NCBએ જ્યારે આર્યન ખાનની અટકાયત કરી ત્યારે શાહરુખ ડિરેક્ટર એટલીની ફિલ્મ 'લાઇન'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. સૂત્રોના મતે, શાહરુખ ખાન ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. અહીંયા શાહરુખ એક્ટ્રેસ દીપિકા સાથે રોમેન્ટિક સોંગ શૂટ કરવાનો હતો. જોકે, આર્યનની ધરપકડ થતાં જ હાલ પૂરતું શૂટિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું છે. એટલીની ફિલ્મમાં શાહરુખનો ડુપ્લીકેટ પ્રશાંત વાલ્દે શૂટિંગ કરી રહ્યો છે.

'પઠાન'ને કારણે 'ટાઇગર 3'ને અસર
'પઠાન'ના શૂટિંગમાં મોડું થતાં તેની અસર ફિલ્મ 'ટાઇગર 3' પર પડી છે. આ બંને ફિલ્મ યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. 'પઠાન'માં સલમાન ખાનનો કેમિયો છે તો 'ટાઇગર 3'માં શાહરુખ ખાન જોવા મળશે. સૂત્રોના મતે, સલમાન ખાન, આર્યન ખાનના કેસની નાનામાં નાની બાબતો પર ધ્યાન આપી રહ્યો છે. સલમાન ખાન બેવાર મન્નત જઈને શાહરુખને મળ્યો હતો. તે સતત શાહરુખને સપોર્ટ કરી રહ્યો છે. સલમાન વીકેન્ડમાં 'બિગ બોસ 15'ના શૂટિંગમાં વ્યસ્ત હોય છે. આ જ કારણથી ગયા અઠવાડિયા સલમાન ખાન 'ટાઇગર 3'ના રિહર્સલમાં હાજર રહ્યો નહોતો. કેટરીના સાથે એક્શન સીન અંગેનું રિહર્સલ હતું.

વધુમાં રિહર્સલમાં ઈમરાન હાશ્મી પણ આવવાનો હતો. આ મહિનાના અંત સુધીમાં મુંબઈમાં ત્રણેય કલાકારો 'ટાઇગર 3'નું શૂટિંગ શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈના ગોરેગાંવમાં ડિરેક્ટર મનીષ શર્માએ અલગ અલગ ત્રણ સેટ બનાવ્યા છે, જેમાં એત સેટમાં પાકિસ્તાન બનાવવામાં આવ્યું છે, અન્ય એક સેટમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી બતાવવામાં આવી છે.