ડ્રગ્સ પાર્ટી:શાહરુખ સતત NCBના સંપર્કમાં, પળેપળની માહિતી લઈ રહ્યો છે, ગૌરી ખાન ચિંતાતુર

મુંબઈ2 મહિનો પહેલા
  • કલાકોની પૂછપરછ બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ પાર્ટીના ચક્કરમાં ફસાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આર્યન ખાનની ધરપકડ કરી હતી અને કોર્ટે તેને એક દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ડ્રગ્સ પાર્ટીમાં નામ આવ્યા બાદ આ લખાય છે, ત્યાં સુધી શાહરુખ ખાને દીકરા અંગે હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

NCB અધિકારીઓના સંપર્કમાં
સૂત્રોનામતે, શાહરુખ ખાન NCB અધિકારીઓના સતત સંપર્કમાં છે. તે દરેક પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવી રહ્યો છે.

શૂટિંગ પોસ્ટપોન કરી શકે છે
સૂત્રોના મતે, શાહરુખ ખાન તથા દીપિકા 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. જોકે, આર્યનની ધરપકડ થતાં હવે શાહરુખે શૂટિંગ પોસ્ટપોન કર્યું હોવાની ચર્ચા છે.

ગૌરી ખાન ચિંતાતુર
પરિવારના નિકટના સૂત્રોનામતે, શાહરુખ કોઈ નિવેદન આપે તેવી શક્યતા ઘણી જ ઓછી છે. ગૌરી ખાન ઘણી જ ચિંતાતુર છે. તે પોતાના ઇન્ટિરિયર પ્રોજેક્ટ માટે વિદેશ જવાની હતી, પરંતુ હવે તેણે તમામ કામો હોલ્ડ પર રાખ્યા છે. ગૌરી ખાન NCBની ઓફિસ પણ ગઈ હતી.

લાઇમલાઇટથી દૂર રહે છે
શાહરુખ ખાનનો દીકરો લાઇમલાઇટથી દૂર રહે છે. તે પોતાની લાઇફ પ્રાઇવેટ રાખે છે.

કોણ કોણ છે આર્યનના ફ્રેન્ડ્સ?
આર્યનના ફ્રેન્ડ સર્કલની વાત કરીએ તો સંજય કપૂરની દીકરી શનાયા કપૂર, બિગ બીની દોહિત્રી નવ્યા નવેલી નંદા, અરબાઝ મર્ચન્ટ, ચિક્કી પાંડેનો દીકરો અહાન પાંડે છે. આર્યન અમેરિકા તથા લંડનમાં ભણ્યો હોવાથી તેના મિત્રો ત્યાં પણ છે.