SRKનો રિયલ લાઇફ 'જગ ખાન':દીકરા આર્યન ખાનને સ્ટ્રેસમાંથી બહાર લાવવા શાહરુખે લાઇફ કોચની મદદ લીધી, રીતિકે પણ છૂટાછેડા પછી આરફીન ખાનને જ હાયર કર્યો હતો

મુંબઈ8 દિવસ પહેલા
  • ફિલ્મ 'ડિઅર જિંદગી'માં શાહરુખે જગ ખાનની ભૂમિકા ભજવીને આલિયાને માર્ગદર્શન આપ્યું હતું

શાહરુખના દીકરા આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા તેને મહિનો થવા આવ્યો છે. આર્યન ખાન આ કેસ બાદ એકદમ ગુમસુમ થઈ ગયો છે. હવે ચર્ચા છે કે શાહરુખે દીકરા માટે જાણીતા લાઇફ કોચ આરફીન ખાનને હાયર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 'ડિઅર જિંદગી'માં શાહરુખે ડૉ.જહાંગીર ખાન (જગ)ની ભૂમિકા ભજવી હતી.

પત્ની તથા બાળકો સાથે આરફીન ખાન
પત્ની તથા બાળકો સાથે આરફીન ખાન

કોણ છે આરફીન ખાન?
આરફીન ખાન મોટિવેશનલ ગુરુ, કોર્પોરેટ ટ્રેનર તથા ઓથર છે. આરફીન ખાને છેલ્લાં 25 વર્ષમાં 47 જેટલાં દેશોમાં મોટિવેશનલ સેમિનાર કર્યાં છે. આરફીન ખાનના પેરેન્ટ્સ મૂળ કોલકાતાના, પરંતુ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાઈ થયા હતા. આરફીન ખાનની પત્ની સારા ખાન ટીવી એક્ટ્રેસ છે. આરફીન તથા સારાએ વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં અને લગ્નના 10 વર્ષ બાદ તેઓ પેરેન્ટ્સ બન્યાં હતાં. સારા ખાને ટીવી સિરિયલ 'જમાઈ રાજા', 'સિયા કે રામ', 'લવ કા હૈ ઇતજાર' તથા 'દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ'માં કામ કર્યું છે.

રીતિક રોશન સાથે આરફીન
રીતિક રોશન સાથે આરફીન

રીતિકે પણ આ જ લાઇફ કોચ હાયર કર્યો હતો
રીતિક રોશને પત્ની સુઝાન ખાનને વર્ષ 2014માં ડિવોર્સ આપ્યા ત્યારે પણ આરફીન ખાનનું નામ ચર્ચામાં આવ્યું હતું. રીતિક રોશને તે સમયે આરફીન ખાનને જ હાયર કર્યો હતો.

'ડિઅર જિંદગી'ના એક સીનમાં શાહરુખ-આલિયા
'ડિઅર જિંદગી'ના એક સીનમાં શાહરુખ-આલિયા

શાહરુખ રીલ લાઇફ કોચ બની ચૂક્યો છે
વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિઅર જિંદગી'માં શાહરુખ ખાને લાઇફ કોચની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાયકોલોજીસ્ટના રોલમાં હતો અને તેણે આલિયા ભટ્ટના જીવનના પ્રશ્નોમાં માર્ગદર્શન આપ્યું હતું. ગૌરી શિંદેના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને શાહરુખની કંપની રેડ ચિલીઝ તથા કરન જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ પ્રોડ્યૂસ કરી હતી.

NCB ઓફિસની બહાર આર્યન ખાન
NCB ઓફિસની બહાર આર્યન ખાન

આર્યન ખાનની ધરપકડ 3 ઓક્ટોબરે થઈ હતી
આર્યન ખાન 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતાં કૉર્ડેલિયા શિપમાં મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. અહીંયા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરી હતી. 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી અને તે 30 ઓક્ટોબરે જેલની બહાર આવ્યો હતો.