કિંગ ખાન ટ્રોલ થયો:શાહરૂખે લિયામની 'ડાર્કમેન'માંથી 'જવાન'નો લુક કોપી કર્યો, યુઝર્સે કહ્યું- એક્ટરે કદાચ 'ડાર્કમેન' મૂવી નથી જોઈ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્ટર શાહરૂખ ખાને એક દિવસ પહેલા (3 જૂન)ના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ 'જવાન'ની જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થયા પછી શાહરૂખનો આ ફિલ્મમાંથી ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. હવે શાહરૂખને તેના લુક માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ કહી રહ્યા છે કે શાહરૂખે વર્ષ 1990માં રિલીઝ થયેલી લિયામ નીસનની સુપરહીરો ફિલ્મ 'ડાર્કમેન'નો લુક 'જવાન'માં કોપી કર્યો છે.

પટ્ટીઓમાં લપેટાયેલો જોવા મળ્યો શાહરૂખ
શાહરૂખે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરી 'જવાન'ની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી હતી. ટીઝરના કેપ્શનમાં તેણે લખ્યું હતું, એક્શનથી ભરપૂર ફિલ્મ 2 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ 'જવાન'. આ ટીઝરમાં શાહરૂખ ઈજાગ્રસ્ત અને પટ્ટીઓમાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. શાહરૂખનો આ લુક ફેન્સને પસંદ આવ્યો છે. તેમજ ઘણા યુઝર્સ લુકના કારણે શાહરૂખને ટ્રોલ કરી રહ્યા છે.

શાહરૂખે 'ડાર્કમેન' માંથી કોપી કર્યો લુકઃ યુઝર્સ
શાહરૂખની 'જવાન'નું ટીઝર જોયા પછી ઘણા યુઝર્સ તેના આ બેન્ડેજવાળા લુકની તુલના 'ડાર્કમેન' સાથે કરી રહ્યા છે. આ ફિલ્મમાં લિયામ નીસનના કેરેક્ટરને જીવતું સળગાવી મરવા માટે છોડી દેવામાં આવ્યું હતું. તેના પછી તે પોતાની દાઝી ગયેલી બોડીના નિશાનોને છુપાવવા માટે બેન્ડેજની મદદ લે છે, પછી જે લોકોએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો તેમનો બદલો લેવા માટે પાછો આવે છે.

શાહરૂખનો પણ 'જવાન'માં આવો જ લુક છે. ફિલ્મની સ્ટોરી વિશે હજી સુધી કોઈ જાણકારી સામે નથી આવી. ઘણા યુઝર્સે લિયામ અને શાહરૂખ બંનેના લુકના ફોટો શેર કરી તુલના કરી છે અને જણાવ્યું છે કે બંનેનો દેખાવ સરખો છે. એક યુઝરે લખ્યું, શાહરૂખજી...હોલિવૂડ ફિલ્મ ડાર્કમેન (1990) નથી જોઈ?

અન્ય એક યુઝરે લખ્યું, એકબીજી કોપી જવાન-ડાર્કમેન. નિશ્ચિત રીતે તેમણે કહાનીની વચ્ચે બોલિવૂડ મસાલા, રોમાન્સ, આઈટમ સોન્ગ રાખ્યા હશે. ઘણા યુઝર્સે એવો પણ સવાલ કર્યો કે, 'જવાન' હોલિવૂડ મૂવી 'ડાર્કમેન'ની હિન્દી રિમેક છે. 'ડાર્કમેન'એ 1990માં બોક્સ ઓફિસ પર 4.8 કરોડની કમાણી કરી હતી અને તે સમયની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી.

હિન્દી સહિત 5 ભાષામાં રિલીઝ થશે 'જવાન'
'જવાન'ને હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ'ના બેનર હેઠળ બની રહી છે. એટલી આ એક્શન પેક્ડ ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યો છે. ફિલ્મને શાહરૂખની પત્ની અને ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...