તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇએસ્ટ પેડ એક્ટર:શાહરુખે 'પઠાન' માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા, ભારતનો સૌથી વધુ ફી લેનારો એક્ટર બન્યો

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
'પઠાન'ના એક્શન સીન્સનું શૂટિંગ દુબઈમાં થયું છે. ફિલ્મમાં શાહરુખના લુકને ઘણો જ પસંદ કરવામાં આવ્યો છેઃ ફાઈલ તસવીર - Divya Bhaskar
'પઠાન'ના એક્શન સીન્સનું શૂટિંગ દુબઈમાં થયું છે. ફિલ્મમાં શાહરુખના લુકને ઘણો જ પસંદ કરવામાં આવ્યો છેઃ ફાઈલ તસવીર
  • શાહરુખ ખાનની ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે
  • સલમાન ખાન સ્પેશિયલ રોલમાં

2018માં આવેલી ફિલ્મ 'ઝીરો' બાદ શાહરુખ ખાનની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. માનવામાં આવે છે કે શાહરુખ ખાન યશરાજ બેનરની ફિલ્મ 'પઠાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે અથવા તો આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે. જોકે, હજી સુધી આ ફિલ્મની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મમાં શાહરુખનો લુક પણ નવો છે. દુબઈમાં ચાલતા શૂટિંગ દરમિયાન શાહરુખ લાંબા વાળ તથા દાઢીમાં જોવા મળ્યો હતો. દુબઈમાં ફિલ્મના ઈન્ટેન્સ એક્શન સીન શૂટ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ પ્રમાણે, 'પઠાન' માટે યશરાજ ફિલ્મ્સે શાહરુખ ખાનને 100 કરોડ રૂપિયા ફી આપી છે. આ સાથે જ SRK ભારતનો સૌથી વધુ ફી લેનારો એક્ટર બન્યો છે.

'પઠાન'માં વિશાલ-શેખરનું સંગીત
ફિલ્મ રિવેન્જ ડ્રામા પર આધારિત છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન જોવા મળશે. 'વૉર' ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કરનાર એક્શન ડિરેક્ટર પરવેઝ શેખે આ ફિલ્મના એક્શન સીન્સ પર કામ કર્યું છે. સંગીત વિશાલ-શેખરનું છે. બંનેએ આ પહેલાં શાહરુખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'રા વન' તથઆ 'હેપી ન્યૂ યર'માં મ્યૂઝિક કમ્પોઝ કર્યું હતું.

SRK 'ડાર્લિંગ્સ'માં વ્યસ્ત છે
'પઠાન' ઉપરાંત શાહરુખ ખાન આલિયા ભટ્ટની સાથે ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને પ્રોડ્યૂસ કરે છે. આ ફિલ્મ માતા-દીકરીના સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં શૈફાલી શાહ એક્ટ્રેસ આલિયાની માતાના રોલમાં જોવા મળશે.

અક્ષય-સલમાનની ફી આટલી હોય છે
અક્ષય કુમાર સામાન્ય રીતે ફિલ્મના નફામાં ભાગ રાખે છે. આ ઉપરાંત તે 70-80 કરોડ ચાર્જ કરે છે. સલમાન પણ ફિલ્મના નફામાં પોતાનો હિસ્સો માગે છે અને તે ફી તરીકે 50 કરોડ રૂપિયા લે છે. આમિર ખાન ફી લેતો નથી, પરંતુ તે ફિલ્મના નફામાંથી પોતાની કમાણી કરે છે.