તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાવેદની ધર્મનિરપેક્ષતાનું સન્માન:રિચર્ડ ડોકિન્સ જીતનારા પહેલા ભારતીય ગીતકાર જાવેદ અખ્તર પાસે ટ્રોફી પહોંચી, પત્ની શબાનાએ ફોટો શેર કર્યો

એક મહિનો પહેલા

નોમિનેટ થયાના લગભગ 4 મહિના પછી રિચર્ડ ડોકિન્સ અવોર્ડ જાવેદ અખ્તરને મળી ગયો છે. તેનો ફોટો શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ અવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય જાવેદ છે. આ વિકાસવાદી જીવવિજ્ઞાની રિચર્ડ ડોકિન્સના નામે આપવામાં આવે છે. 2003થી અપાતો આ અવોર્ડ સાયન્સ, રિસર્ચ, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ ફિલ્ડની ફેમસ વ્યક્તિને આપવામાં આવે છે, જે જાહેરમાં લોજિકલી ધર્મનિરપેક્ષતાની રક્ષા માટે પ્રયત્ન કરે છે.

શબાનાએ શેર કર્યો ફોટો
શબાનાએ ફોટો શેર કરીને લખ્યું , જાવેદ તેમના રિચર્ડ ડોકિન્સ 2020 અવોર્ડ સાથે. અખ્તર અને રિચર્ડ ડોકિન્સે શનિવારે અવોર્ડ પર એક વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમ્યાન એબીજા સાથે વાત કરી હતી. નોમિનેશનના સમાચાર આવતા જ શબાનાએ જૂન 2020માં કહ્યું હતું, 'હું ઘણી ખુશ છું. હું જાણું છું કે રિચર્ડ ડોકિન્સ જાવેદ માટે પ્રેરણા આપનારા નાયકની જેમ રહ્યા છે. આ અવોર્ડ એટલે પણ મહત્ત્વ ધરાવે છે કારણકે આજના સમયમાં જ્યારે બધા ધર્મના ધાર્મિક કટ્ટરપંથી ધર્મનિરપેક્ષતા પર હુમલો કરી રહ્યા છે તો આ અવોર્ડ આ મૂલ્યની રક્ષા કરવા માટેના જાવેદના પ્રયત્નોને ઉજાગર કરે છે.'

જાવેદે કહ્યું હતું, અચંબિત છું કે મને સાંભળવામાં આવે છે
નોમિનેટ થયા બાદ જાવેદે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ અવોર્ડ વિશે વિચારી પણ રહ્યા ન હતા. તે ખુદ આ વાતથી અચંબિત છે કે ઓર્ગેનાઈઝર તેની એ વાત સાંભળતા હતા જે તેમણે ઇન્ડિયન પોલિટિક્સ વિશે કહી હતી. જાવેદે રિચર્ડનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમનો લેટર મળવો ઘણું સરપ્રાઈઝિંગ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો