ગ્લેમરસ અંદાજ:સારા અલી ખાનનું બ્લેક બ્રાલેટ ને સ્લિટ સ્કર્ટમાં સેન્સેશનલ ફોટોશૂટ, તસવીરો વાઇરલ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સારા અલી ખાને સો.મીડિયામાં ફોટોશૂટની તસવીરો શૅર કરી.

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને હાલમાં સો.મીડિયામાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શૅર કરી છે. આ તસવીરો ઘણી જ વાઇલ થઈ છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં સારા ઘણી જ સુંદર લાગે છે. સારાએ બ્લેક રંગની બ્રાલેટ તથા સ્લિટ સ્કર્ટ કૅરી કર્યું છે. તેણે વાળ ખુલ્લા રાખ્યા છે.

તસવીર શૅર કરીને શું કહ્યું?
સારા અલી ખાને સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'કાશ, કભી યુ હો, ના હસરતેં, ના જુનૂન હો, તેરા ખ્યાલ હો ઔર તુ હો, દિલ મેં બસ સુકૂન હો.' તસવીરોમાં સારા અલી ખાન શાનદાર પોઝમાં જોવા મળે છે. તેનો લુક તથા મેકઅપ ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે.

ફોટોશૂટની તસવીરો

ધનુષ-અક્ષય સાથે જોવા મળશે
સારા અલી ખાન ફિલ્મ 'અતરંગી રે'માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે. સારા પહેલી જ વાર અક્ષય કુમાર તથા ધનુષ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાશું શર્માએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોરોનાને કારણે શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર, 2020માં ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સારા છેલ્લે ફિલ્મ 'કુલી નંબર 1'માં જોવા મળી હતી. ડેવિડ ધવનની આ ફિલ્મમાં વરુણ ધવન હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

ડ્રગ્સ કેસમાં સારાનું નામ
માર્ચ મહિનામાં NCBએ કોર્ટમાં 12 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટના સૂત્રોના મતે, NCBએ 33 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ તમામ સુશાંતને સીધી રીતે ડ્રગ્સ આપતા હતા અને પ્રોક્યોરમેન્ટની સાથે સાથે ઈલિસિટ ફાયાનાન્સિંગ સાથે જોડાયેલા છે.

ગયા વર્ષે NCBની પૂછપરછ દરમિયાન દીપિકા, શ્રદ્ધા, સારા અલી ખાન
ગયા વર્ષે NCBની પૂછપરછ દરમિયાન દીપિકા, શ્રદ્ધા, સારા અલી ખાન

કોર્ટમાં જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, તેમાં દીપિકા પાદુકોણનું નામ નથી. દીપિકાનો કેસ NCBના કેસ નંબર 15 સાથે જોડાયેલો છે અને જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, તે કેસ નંબર 32 છે, જે હેઠળ ભારતી સિંહ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરના નામ સામેલ છે.