એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી 'કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023'માં પહોંચી હતી. આ દરમિયાન અદિતિ આઉટફિટ્સ અને તેમના લુકને લઈને ચર્ચામાં છે. ફેન્સને અદિતિના આઉટફિટ્સ અને તેમનો લુક ખૂબ જ પસંદ આવ્યો છે. ગુરુવારે અદિતિનો પહેલો રેડ કાર્પેટ લુક સામે આવ્યો હતો. આ દરમિયાન તેમણે ઓફ શોલ્ડર યલો ગાઉન પહેર્યું હતું. ફેન્સ કહી રહ્યાં છે કે, 'આ કાનમાં અદિતિનો લુક સૌથી બેસ્ટ હતો.'
ફેન્સ અને સેલેબ્સ અદિતિના લુકના કરી રહ્યા છે વખાણ
કાન્સ લુકની તસવીર શેર કરતાં અદિતિએ લખ્યું, 'ફૂલો ખીલ્યાં'. એક્ટ્રેસની આ પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. 'દંગલ' એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ કમેન્ટમાં લખ્યું- 'ઉફ્ફ.' પંજાબી એક્ટ્રેસ નિમરત ખૈરાએ લખ્યું- 'ઉફ્ફ, તમે આટલાં સુંદર કેવી રીતે બની શક્યા.'
સેલેબ્સ સિવાય ફેન્સ પણ અદિતિના આ લુકના વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે કમેન્ટ સેક્શનમાં લખ્યું, 'તમે ખૂબ જ સુંદર લાગો છે. અન્ય એક ફેન્સે કહ્યું, 'તે તેના સામાન્ય એથનિક વેરથી ખૂબ જ અલગ છે, તે એક સારો ફેરફાર છે.'
કાનના પહેલા દિવસે અદિતિએ બ્લુ ગાઉન પહેર્યું હતું, રોડ પર ફોટોશૂટ કરાવ્યું હતું
ફેસ્ટિવલના પહેલા દિવસે અદિતિએ ફ્રન્ટ અપર પર સિલ્વર વર્ક સાથે બ્લુ ઓસ્કાર ડે લા રેન્ટા ગાઉન પહેર્યું હતું. જ્યારે અદિતિએ આ લુક સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા, ત્યારે તેણે આઉટફિટ સાથે સિલ્વર કલરની ઇયરિંગ્સ પહેરી હતી. જો કે, અદિતિની સફેદ હીલ્સે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.
અદિતિએ 2022માં કાનમાં ડેબ્યુ કર્યું હતું
અદિતિએ 2022માં કાનમાં ડેબ્યુ કર્યું હતું. લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અદિતિએ રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. ગત વર્ષે એક્ટ્રેસે સફેદ સાડી પહેરી હતી, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. આ સિવાય અદિતિએ બ્લેક કલરનું આઉટફિટ પણ સ્ટાઇલ કર્યું હતું. અદિતિના જૂના લુકને સબ્યસાચીએ ડિઝાઇન કર્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.