વાઇરલ વીડિયો:કરન જોહરની પાર્ટીમાં સીમા સચદેવ લથડિયા ખાતી જોવા મળી, યુઝર્સે કહ્યું- વધુ પડતો દારૂ પી લીધો છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સોહેલ ખાને પત્ની સીમા સજદેહ અલગ થઈ ચૂક્યા છે. પતિથી અલગ થયા બાદ સીમા સો.મીડિયામાં એક્ટિવ રહે છે. હાલમાં જ સીમા ફિલ્મમેકર કરન જોહરની ડિનર પાર્ટીમાં આવી હતી. આ ડિનર પાર્ટીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સીમા દારૂ પીધેલી હાલતમાં જોવા મળી હતી સીમાએ ફોટોગ્રાફર્સ સામે પોઝ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વ્યવસ્થિત રીતે ઊભી પણ રહી શકતી નહોતી. સો.મીડિયા યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ પણ કરી હતી.

શું છે વીડિયો?
સીમા સચદેવ રેસ્ટોરાંની બહાર જોવા મળી હતી. અહીંયા તે ફોટોગ્રાફર્સને પોઝ આપતી હતી, પરંતુ અચાનક જ તે લથડિયા ખાઈ ગઈ હતી અને તેણે દરવાજો પકડી લીધો હતો. આ વીડિયો વાઇરલ થયો હતો. એક યુઝરે કમેન્ટ કરી હતી કે નશો ચઢી ગયો લાગે છે. અન્ય એકે કહ્યું કે વધુ પડતું પી લીધું લાગે છે.

24 વર્ષ બાદ ડિવોર્સ લીધા
ફેશન ડિઝાઇનર સીમાએ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે લગ્ન કર્યા હતા. સોહેલ ખાન ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના શૂટિંગ દરમિયાન સીમા સચદેવને મળ્યો હતો. સીમા દિલ્હીની છે. જોકે, ફેશન ડિઝાઇનરમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંને જલ્દીથી લગ્ન કરવા માગતા હતા. જોકે, સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આથી જ બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ માટે મૌલવીને ઉઠાડ્યા હતા અને પછી નિકાહ કર્યા હતા. નિકાહ બાદ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. સીમા ખાન તથા સોહેલને બે દીકરાઓ છે, નિર્વાણ તથા યોહાન.

2017માં બંને ડિવોર્સ લેશે તેવી ચર્ચા થઈ હતી. જોકે, તે સમયે બંનેએ ડિવોર્સ લીધા નહોતા અને અલગ થઈ ગયા હતા. વેબ સિરીઝ 'ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ'માં સીમા તથા સોહેલ અલગ અલગ રહે છે, તે વાત બતાવવામાં આવી હતી. બંને બાળકો માટે એકબીજાના ઘરે જતા હોય છે.

સીમા ખાને કહ્યું હતું કે તમારી ઉંમર વધે છે, પરંતુ સંબંધો અલગ જ દિશામાં આગળ વધે છે. તેને આ વાતનો કોઈ અફસોસ નથી. તેઓ ખુશ છે અને તેના બાળકો પણ ખુશ છે. સોહેલ તથા તે હવે સાથે નથી, પરંતુ તેઓ એક જ પરિવારના છે. તેઓ સાથે છે.

સોહેલે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
20 ડિસેમ્બર, 1970માં જન્મેલા સોહેલે કરિયરની શરૂઆત ડિરેક્ટર તરીકે કરી હતી. તેણે 1997માં ફિલ્મ 'ઔઝાર' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, સંજય કપૂર તથા શિલ્પા શેટ્ટી હતા. ત્યારબાદ તેણે 'પ્યાર કિયા તો ડરના ક્યા' ડિરેક્ટ કરી હતી. 2002માં 'મૈંને દિલ તુઝકો દિયા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સમીરા રેડ્ડી હતી.

હુમા કુરૈશી સાથે અફેર હોવાની ચર્ચા
સોહેલ ખાન તથા એક્ટ્રેસ હુમા કુરૈશી વચ્ચે અફેર હોવાની ચર્ચા ખાસ્સા સમયથી થઈ રહી છે. જોકે, સોહેલ તથા હુમાએ તેમની વચ્ચે અફેર ના હોવાની સ્પષ્ટતા ઘણીવાર કરી છે. હુમાએ કહ્યું હતું કે સોહેલ તેનો સારો ફ્રેન્ડ છે.

અન્ય સમાચારો પણ છે...