વાઇરલ વીડિયો:ઉર્વશી રાઉતેલાને સ્ટેજ પર જોતા જ ભીડે 'રિષભ.. રિષભ'ના નામની બૂમો પાડી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ક્રિકટેર રિષભ પંતને કારણે સતત ચર્ચામાં રહે છે. રિષભ પંતને કારણે સો.મીડિયા યુઝર્સ એક્ટ્રેસને ટ્રોલ કરતા રહેતા હોય છે. હાલમાં ઉર્વશી ફિલ્મ 'વૉલ્ટેર વીરાયા'ના પ્રમોશનમાં બિઝી છે. પ્રમોશનના ભાગરુપે ઉર્વશી વિશાખાપટ્ટનમ ગઈ હતી. ફિલ્મ પ્રમોશનનો એક વીડિયો ઉર્વશીએ સો.મીડિયામાં શૅર કર્યો છે. આ વીડિયોમાં સ્ટેજ પર ઉર્વશી જ્યારે વાત કરતી હોય છે, ત્યારે ચાહકોએ 'રિષભ પંત'ના નામની બૂમો પાડી હતી.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં ઉર્વશી સ્ટેજ પર માઇક પકડીને વાત કરવાની શરૂઆત કરે છે, ત્યારે જ ઓડિયન્સમાંથી 'રિષભ પંત..'ના નામની બૂમો સંભળાય છે. લોકો જોર-જોરથી ક્રિકેટરનું નામ બોલે છે. ઉર્વશી બોલતા બોલતા અચાનક ઊભી રહી જાય છે અને અધવચ્ચે પોતાની સ્પીચ અટકાવી દે છે. ત્યારબાદ બૂમો પાડવાનું થોડું ઓછું થાય છે. ફરી ઉર્વશી બોલવાનું શરૂ કરે છે, પરંતુ લોકો ફરીથી 'રિષભ પંત..'ના નામની બૂમો પાડે છે. જોકે, ઉર્વશી પોતાની વાત કહેવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન ઉર્વશીનું માઇક બંધ થઈ જાય છે.

ઉર્વશીએ પોતાની સ્પીચમાં સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું, 'તમને તમામને નમસ્તે. હું અહીંયા આવીને ઘણી જ ખુશ છું. આ મારું સૌભાગ્ય છે કે મને મેગાસ્ટાર ચિરંજીવી સાથે કામ કરવાની તક મળી અને હું કહેવા માગીશ કે તેમની સાથે કામ કર્યા બાદ મને ખ્યાલ આવ્યો કે સુપરસ્ટાર તથા મેગાસ્ટાર વચ્ચે શું તફાવત છે. ચિરંજીવીસરના નામનો અર્થ 'અમર' થાય છે. હું બસ એટલું જ ઈચ્છીશ કે તમે હંમેશાં તમારા ચાહકોની વચ્ચે જીવિત રહો.'

વીડિયો શૅર કરીને ઉર્વશીએ શું કહ્યું?
આ વીડિયો ઉર્વશીએ સો.મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયો શૅર કરીને ઉર્વશીએ કહ્યું હતું, 'આ પ્રેમને કારણે જ હું સતત આગળ વધી રહી છું..'

ઉર્વશીની આ ફિલ્મ 13 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રવિ તેજા, શ્રુતિ હાસન લીડ રોલમાં છે. ઉર્વશીએ ફિલ્મમાં આઇટમ ડાન્સ કર્ય ોછે અને તેની સાથે ચિરંજીવી પણ છે. ઉર્વશીનું આ ગીત ઘણું જ લોકપ્રિય થયું છે.

થોડાં મહિના પહેલાં પણ આવી જ ઘટના બની હતી
ઉર્વશી રાઉતેલા ગયા વર્ષે એક કોલેજ ફેસ્ટિવલમાં ગઈ હતી. ઉર્વશીની જેવી એન્ટ્રી થઈ એટલે વિદ્યાર્થીઓએ 'રિષભ રિષભ'ની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. આ જોઈને ઉર્વશી રાઉતેલા સહેજ પણ ગુસ્સે થઈ નહોતી. તેણે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું.

2018માં બંને વચ્ચે અફેર હતું
ઉર્વશી તથ રિષભ વચ્ચે 2018માં અફેર હતું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં IPLની મેચમાં ઉર્વશી ખાસ હાજર રહેતી અને રિષભને ચિયર પણ કરતી હતી. બંને પોતાના સંબંધો ઓફિશિયલ કરે તે પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું.

એકબીજાને બ્લોક કર્યા
રિપોર્ટ્સ પ્રમાણે, ઉર્વશી તથા રિષભ વચ્ચે એ હદે કડવાશ આવી ગઈ હતી કે બંનેએ એકબીજાને સો.મીડિયામાં બ્લોક કરી દીધા હતા. બ્રેકઅપ કયા કારણોને લીધું થયું તે આજ સુધી ખ્યાલ આવી શક્યો નથી. જોકે, ત્યારથી જ ઉર્વશીની રિષભ પંતના નામથી મજાક ઉડાવવામાં આવે છે.

પ્રોફેશનલ વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'દિલ હૈ ગ્રે'માં જોવા મળશે. આ ફિલ્મ તમિળ ફિલ્મ 'થિરુટ્ટુ પાયલ 2'ની હિંદી રીમેક છે. ઉર્વશી એક્ટર રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં જોવા મળશે. ગુરુ રંધાવા સાથે સોંગ 'ડૂબ ગયા અભી ભી' સો.મીડિયામાં ટ્રેન્ડ થયું હતું. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે 'બ્લેક રોઝ'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...