• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Seeing The Picture Of Sushant Singh Rajputr Near The Range Rover, The Fans Got Emotional, Saying Bollywood Is Over For Us After Your Departure

પટના સ્થિત ઘરમાં સુશાંતની ફેવરિટ કાર જોવા મળી:રેન્જ રોવરની નજીક એક્ટરની તસવીર જોઈ ચાહકો ભાવુક થયા, કહ્યું- તમારા ગયા બાદ અમારા માટે બોલિવૂડ પૂરું થઈ ગયું

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોતને બે વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે. જોકે, તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ સુશાંતનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેની વ્હાઇટ રેન્જ રોવર જોવા મળે છે. આ વીડિયો જોઈને ચાહકોને ફરી એકવાર સુશાંતની યાદ આવી ગઈ છે.

4747 સુશાંતનો લકી નંબર હતો
સો.મીડિયામાં સુશાંતની કારનો વીડિયો વાઇરલ થયો છે. સુશાંતની કાર પટના સ્થિત ઘરમાં છે. આ કારનો નંબર 4747 છે. આ સુશાંતનો લકી નંબર હતો. કારની બાજુમાં ટેબલ પર સુશાંતની તસવીર પણ જોવા મળે છે.

ચાહકોને સુશાંતની યાદ આવી
આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકોને સુશાંતની યાદ આવી ગઈ હતી. એક ચાહકે કમેન્ટ કરી હતી કે વિશ્વાસ નહીં થતો કે તે આપણી સાથે નથી. અન્ય એકે કમેન્ટ કરી હતી કે આપણે એક સાચી વ્યક્તિને ગુમાવી દીધી. આવા અંત કરતા તે વધુ સારું ડિઝર્વ કરતો હતો. ત્રીજાએ એમ કહ્યું હતું કે સુશાંતના ગયા બાદ તેના માટે બોલિવૂડ પૂરું થઈ ગયું છે.

14 જૂન, 2020ના રોજ ફ્લેટમાંથી મૃત મળી આવ્યો
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ પોતાના મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો. પહેલાં આ કેસ સુસાઇડનો લાગતો હતો. જોકે, પછી આ કેસ CBIને આપવામાં આવ્યો હતો. CBI આ કેસની તપાસ કરી રહી છે. આ તપાસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી એક મહિનો જેલમાં રહી હતી. રિયા પર ડ્રગ્સ લેવાનો તથા સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...