બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર અને સૈફ અલી ખાનનો બીજો દીકરો જહાંગીર અલી ખાન ઉર્ફ જેહની પહેલી ઝલક શુક્રવારે તે સમયે સામે આવી જ્યારે કપલ રણધીર કપૂરના ઘરની બહાર સ્પોટ થયું. જેહને સૈફ અલી ખાનના ખોળામાં પેપરાજીએ કેમેરામાં કેદ કર્યો હતો. પહેલી ઝલક જોઈને કેટલાક ફેન્સ ખુશ થઈ ગયા તો કેટલાક એવા પણ હતા જે કપલની પ્રાઈવસીમાં દખલ કરવા માટે પેપરાજી પર ગુસ્સે થયા હતા.
બોલિવૂડ પેપ વિરલ ભયાણીએ શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જેહ ગાડીમાં બેઠેલો છે, જેના ચહેરા પર પેપરાજીના કેમેરાની ફ્લેશ લાઈટ ચમકી રહી છે. આ દરમિયાન જેહ આશ્ચર્યથી જોતા ડરી ગયેલો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવતા જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કર્યું, ‘આ શું છે યાર. બાળકની આંખમાં ફ્લેશ લાઈટ પડી રહી છે. હદ હોય.’ બીજા યુઝરે લખ્યું, ‘તમે લોકો શું કરી રહ્યા છો, બાળકને ડરાવશો નહીં. તેમની પ્રાઈવસીની ઈજ્જત કરો.’
કેટલાક યુઝર્સે લખ્યું, 'હે ભગવાન, બાળક કેટલું ગભરાઈ ગયું છે. શું આ ખરેખર જરૂરી હતું. જ્યારે તે લોકોને લાગશે ત્યારે તેઓ બાળકનો ફોટો શેર કરી દેશે.આ દુઃખદ છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'શા માટે, પહેલી વાત તો એ છે કે કોઈ પરિવાર અને તેમના બાળકને કેમ હેરાન કરો છો અને બીજું કે, તેમને પોતાના બાળકનું નામ લક્ષ્મણ કે સિદ્ધાર્થ કે કુશ કેમ ન રાખ્યું?પહેલા બાળકનું નામ તૈમુર હતું પણ બીજાનું જહાંગીર કેમ. તે બાળકની આખી જિંદગી તેની મજાક ઉડાવવામાં આવશે.'
પેપરાજી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આ પ્રકારની કમેન્ટ્સ જોવા મળી રહી છે. તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવા પણ છે જે જેહને સતત તૈમૂર અને કરિના કપૂરની સાથે કમ્પેયર કરી રહ્યા છે.
ફેમિલી વેકેશન પર રવાના થયા સૈફિના
કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાન શનિવારે તૈમૂર અને જેહની સાથે પ્રાઈવેટ જેટમાં માલદીવ રવાના થયા છે. એરપોર્ટ પર બહાર ફેમિલી સ્પોટ થઈ હતી. દીકરા જેહની સાથે ફેમિલીનું પહેલું વેકેશન છે. ફેમિલી માલદીવમાં સૈફનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.