તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવુક પોસ્ટ:અજય દેવગનની પિતા પ્રત્યે લાગણી જોઈને ધમેન્દ્ર ભાવુક થઈ ગયા, લખ્યું- લવ યૂ મેરે બચ્ચે, તારા પપ્પા મારા સૌથી પ્રેમાળ સાથી હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અજય દેવગન અને ધર્મેન્દ્ર - Divya Bhaskar
અજય દેવગન અને ધર્મેન્દ્ર
  • અજય દેવગને શુક્રવારે પિતા વીરૂ દેવગનની 87મી બર્થ એનિવર્સરી પર ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી
  • ધર્મેન્દ્રએ કહ્યું, વીરુને હંમેશાં પ્રેમ અને આદરની સાથે યાદ કરવામાં આવશે

અજય દેવગને શુક્રવારે પિતા વીરૂ દેવગનની 87મી બર્થ એનિવર્સરી પર ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેમની આ પોસ્ટથી દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ભાવુક થઈ ગયા હતા. અજયને રિપ્લાય કરતા 85 વર્ષીય ધર્મેન્દ્રએ લખ્યું, ‘અજય લવ યૂ મેરે બચ્ચે. ખુશ, સ્વસ્થ અને મજબૂત રહો. તારા પિતા મારા સૌથી પ્રેમાળ સાથી હતા. તેમને હંમેશાં પ્રેમ અને આદરની સાથે યાદ કરવામાં આવશે. તારું ધ્યાન રાખજે. ’

આભાર ધરમજી: અજય દેવગન
ધર્મેન્દ્રની પોસ્ટ પર જવાબ આપતા અજય દેવગને લખ્યું, તમારા પ્રેમ માટે આભાર ધરમજી. પપ્પા અને હું બંને તમને પ્રેમ કરતા હતા. હું આગળ પણ તમને પ્રેમ કરતો રહીશ. આભાર પાજી.

અગાઉ શુક્રવારે અજય દેવગને વીરુ દેવગનની સાથે એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું, હું દરરોજ તમને યાદ કરું છું. આજે વધારે યાદ કરી રહ્યો છું. હેપ્પી બર્થ ડે પપ્પા. જીવન પહેલા જેવું નથી રહ્યું.

2019માં વીરુનું નિધન થયું હતું
અજય દેવગનના પિતા અને પ્રખ્યાત એક્શન ડાયરેક્ટર વીરુ દેવગનનું નિધન 27 મે 2019ના રોજ કાર્ડિયક અરેસ્ટથી થયું હતું. વીરુ બોલિવૂડના સૌથી જૂના એક્શન ડાયરેક્ટર્સ અને સ્ટંટમેનમાંથી એક હતા. વીરુ દેવગને 'સત્તે પે સત્તા', 'સ્વર્ગ સે સુંદર', 'દસ નંબરી', 'મિસ્ટર નટવરલાલ', 'ક્રાંતિ', 'રામ તેરી ગંગા મેલી', 'આખિરી રાસ્તા', 'મિસ્ટર ઈન્ડિયા', 'ફૂલ ઔર કાંટે', 'ઈશ્ક', જેવી 80થી વધારે ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફર તરીકે પોતાનું યોગદાન આપ્યું હતું. 1999માં તેમણે ડાયરેક્ટર-પ્રોડ્યુસર તરીકે 'હિન્દુસ્તાન કી કસમ' બનાવી હતી.