બોલિવૂડના પોપ્યુલર ફિલ્મમેકર રાજકુમાર સંતોષીની દીકરી તનીષા સંતોષીને એક્ટ્રેસ કિઆરા અડવાણીની ડુપ્લીકેટ કહી રહ્યા છે. તનીષા હાલમાં જ એક બ્યૂટી અવૉર્ડ્સમાં હાજર રહી હતી. આ ઇવેન્ટમાં તેના લુક જોયા બાદ ચાહકોએ તેની તુલના કિઆરાથી કરી હતી.
ચાહકોએ તનીષાને કિઆરાની ટ્વિન સિસ્ટર કહી
અવૉર્ડ સેરેમનીમાં તનીષા ગોલ્ડન આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. તનીષાની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થતાં જ ચાહકોએ તેને કિઆરા અડવાણીનું લિટલ વર્ઝન તરીકે ગણાવી હતી. કેટલાંકે તનીષાને કિઆરાની જોડિયા બહેન પણ કહી હતી.
તનીષાની ખાસ તસવીરો....
કોણ છે તનીષા સંતોષી?
તનીષા સંતોષી ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. તનીષા બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની ખાસ મિત્ર છે. જાહન્વી અને તનીષા નાનપણના મિત્રો છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે. તનીષાના પિતા રાજકુમાર સંતોષી બોલિવૂડના જાણીતા ડિરેક્ટર છે. 1990માં તેમની પહેલી ફિલ્મ 'ઘાયલ' આવી હતી. ત્યારબાદ તેમણે 'બરસાત', 'દામિની', 'અંદાજ અપના અપના', 'ચાઇના ગેટ', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'ફટા પોસ્ટર નિકલા હીરો' જેવી ફિલ્મ બનાવી છે.
કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ 'ફુગલી' રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ 'અંજાના અંજાની' (2010)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું. કિઆરા તથા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.