તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલમાન ખાન 55 વર્ષનો થયો:પેરેન્ટ્સને બીજાની મદદ કરતા જોઈ સલમાનને ‘બીઈંગ હ્યુમન’ ફાઉન્ડેશનનો આઈડિયા આવ્યો હતો, આ છે તેના પાછળની સ્ટોરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થઈ ગયો છે. પોતાની દરિયાદિલી માટે ફેમસ સલમાનનું એક ચેરિટી ફાઉન્ડેશન છે તેનું નામ ‘બીઈંગ હ્યુમન’ છે. તેની સ્થાપના 2007માં થઈ. સલમાન બાળપણથી તેના પેરેન્ટ્સને અન્યની મદદ કરતા જોતો હતો, આ જ કારણે ચેરિટી માટે તેનો રસ વધ્યો અને ફાઉન્ડેશન બનાવ્યું.

ફાઉન્ડેશન શું કરે છે?
‘બીઈંગ હ્યુમન’ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિત દરેક લોકોને બીમારીઓ અને મુશ્કેલ સમયે આર્થિક મદદ કરે છે. અત્યાર સુધી તે બાળકોના સ્વાસ્થ્ય, હાર્ટ સર્જરી અને શિક્ષણ પર કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યો છે.

ફાઉન્ડેશનનું રેવન્યૂ મોડલ શું છે?
આ ફાઉન્ડેશન અલગ રેવન્યૂ મોડલ પર કામ કરે છે. લોકો સાથેથી ડોનેશન લેવાને બદલે બીઈંગ હ્યુમનનાં કપડાં ઓનલાઈન અને સ્ટોર પર વેચીને પૈસા ભેગા કરવામાં આવે છે. સેલ્સનો અમુક ભાગ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ખર્ચ કરવામાં આવે છે. બીઈંગ હ્યુમન પાસે કપડાં વેચીને રૂપિયા આવે છે. તેનું મન્ધાના ઇન્ડસ્ટ્રી લિમિટેડ સાથે ટાઈઅપ છે. મન્ધાનાના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે, કંપનીના કુલ 17 બીઈંગ હ્યુમન સ્ટોર, 6 ફ્રેન્ચાઈઝી આઉટલેટ, 99 સ્ટોર-ઈન-સ્ટોર, 60 ડીસ્ટ્રીબ્યુટર અને 100 ઇન્ટરનેશનલ આઉટલેટ છે, તેઓ બીઈંગ હ્યુમનનાં કપડાં વેચે છે.

પ્રમોશન સલમાન ખાન પોતે કરે છે
જ્યારથી આ ફાઉન્ડેશનની સ્થાપના થઇ છે ત્યારથી તેના પ્રમોશનની જવાબદારી સલમાન ખાનના ખભા પર જ છે. તે મોટા ભાગે બીઈંગ હ્યુમનનાં કપડાંમાં જ દેખાય છે. એટલું જ નહિ પણ તે પોતાના મિત્રો અને સંબંધીઓને બીઈંગ હ્યુમનનાં કપડાં જ ગિફ્ટ કરે છે. ઘણીવાર ફેશન શો દ્વારા બીઈંગ હ્યુમનનાં કપડાંને પ્રમોટ કરે છે. તેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રેમ્પ વોક કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો