આવી તે કંઈ ફેશન હોય:દિશા પટનીનું પર્સ જોઈને યુઝર્સ ગોથે ચઢ્યા, બોલ્યા- આમાં શું મૂક્યું છે? પાન મસાલાની પડીકી?

મુંબઈ5 મહિનો પહેલા
  • દિશા પટની કથિત પ્રેમી ટાઇગર શ્રોફની ફિલ્મના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ સ્ટાઇલને કારણે જાણીતી છે. મલાઈકાને જો કોઈ સ્ટાઇલમાં ટક્કર આપી શકે તો તે માત્ર ને માત્ર દિશા પટની છે. હાલમાં જ દિશા કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની ફિલ્મ 'હીરોપંતી 2'ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. શોર્ટ આઉટફિટમાં આવેલી દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું. આ પર્સને કારણે દિશાને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી.

લેવેન્ડર આઉટફિટમાં સેક્સી લાગી
દિશા પટનીએ લેવેન્ડર રંગનો એકદમ લો કટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું.

યુઝર્સે પર્સની મજાક ઉડાવી
સો.મીડિયા યુઝર્સને દિશાના હાથમાં રહેલા નાનકડા પર્સથી ઘણી નવાઈ લાગી હતી. એક યુઝરે કહ્યું હતું, 'પર્સમાં શું છે? પાન મસાલાની પડીકી?' અન્ય એકે કહ્યું હતું, 'આ પર્સમાં શું મૂક્યું હશે?' તો બીજાએ કમેન્ટ કરી હતી, 'દિશાના હાથમાં કયું તાળું છે?'

નાનકડાં પર્સની કિંમત મોંઘી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિશાના હાથમાં રહેલાં પર્સની કિંમત અંદાજે 46 હજાર હોવાનું માનવામાં આવે છે.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળી હતી. દિશા પટની તથા ટાઇગર શ્રોફ એકબીજાને ડેટ કરે છે, પરંતુ બંનેમાંથી કોઈએ આ સંબંધોનો સ્વીકાર કર્યો નથી.