• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Security At Amitabh's House Beefed Up After Jaya's Statement In Parliament; Kangana Said Jayaji Your Industry Has Not Given Any Plate, This Is My Own Plate

જેનું ખાય એનું ખોદે:જયાજી, તમે અને તમારી ઈન્ડસ્ટ્રીએ કોઈ થાળી આપી નથી, 2 મિનિટના રોલવાળી થાળી પણ હીરો સાથે સૂઈ જાવ તો મળતી હતી; બિગ બીના ઘરની સુરક્ષા વધારાઈ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંગનાએ કહ્યું, એક થાળી મળી હતી, બે મિનિટનો રોલ, આઇટમ નંબર્સ તથા એક રોમેન્ટિક સીન મળ્યો હતો
  • ટ્વીટમાં લખ્યું, મેં આ ઇન્ડસ્ટ્રીને ફેમિનીઝ્મ શીખવ્યું, થાળી દેશભક્તિ, નારીપ્રધાન ફિલ્મથી સજાવી
  • સંસદમાં જયા બચ્ચને રવિ કિશનને કહ્યું હતું, જે થાળીમાં જમો છો, એમાં તમે થૂંકી શકો નહીં

સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને બોલિવૂડમાં ડ્રગ્સ કેસ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ આ અંગે વિવાદ વધતો ગયો છે. આ કારણે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં અમિતાભ બચ્ચનના ઘરની સુરક્ષા વધારી દીધી છે, તો એક્ટ્રેસ કંગનાએ સતત બીજા દિવસે પણ જયા બચ્ચન પર શાબ્દિક હુમલો ચાલુ જ રાખ્યો હતો.

કંગનાએ ટ્વીટ કર્યું હતું, 'જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે? એક થાળી મળી હતી, જેમાં બે મિનિટનો રોલ, આઈટમ નંબર તથા એક રોમેન્ટિક સીન મળ્યો હતો. એ પણ હીરો સાથે સૂઈ ગયા બાદ. મેં આ ઈન્ડસ્ટ્રીને ફેમિનિઝમ શીખવ્યું છે. થાળી દેશભક્તિ, નારીપ્રધાન ફિલ્મથી સજાવી છે. આ મારી પોતાની થાળી છે, જયાજી તમારી નથી.'

જેનું ખાય એનું ખોદે, તેના પર કેમ ઊભા થઈ રહ્યા છે સવાલ?
1.આ પહેલાં 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવૂડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું, 'પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડ્યંત્ર છે. આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘૂસણખોરી થઈ રહી છે અને NCB તેની તપાસ કરી રહ્યું છે. મારી માગ છે કે આ મામલામાં સખત કાર્યવાહી કરવામાં આવે.'

2. સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.' જયા બચ્ચને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. તમે જેનું ખાવ છો એનું જ ખોદો છો, આ ખોટી વાત છે.'

3. જયાના નિવેદન પર કંગનાએ બે દિવસ જવાબ આપ્યો. મંગળવાર (15 સપ્ટેમ્બર)એ કહ્યું હતું, 'જયાજી, જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં માર મારવામાં આવ્યો હોત, ડ્રગ્સ આપવામાં આવ્યું હોત અને તેનું શોષણ થયું હોત ત્યારે પણ તમે આ જ વાત કહેત? અભિષેક સતત બુલીઇંગ તથા શોષણની વાત કરતો હતો અને એક દિવસ ગળેફાંસો ખાઈ જાત ત્યારે પણ તમે આમ જ કહેત? અમારા પ્રત્યે થોડી તો દયા દાખવો.'

4. રવિ કિશને આજે એટલે કે 16 સપ્ટેમ્બરે કહ્યું હતું, જે થાળીમાં ઝેર હોય તેમાં થૂંકવું જ પડે. જયાજીના સમયમાં કેમિકલ ઝેર નહોતું, હવે ઈન્ડસ્ટ્રીને આનાથી બચાવવી પડશે.

કંગનાએ કહ્યું, શો બિઝનેસ હંમેશાંથી ઝેરી રહ્યું છે
કંગનાએ કહ્યું, 'શો બિઝનેસ હંમેશાંથી ઝેરી રહ્યો છે. લાઈટ તથા કેમેરાની આ દુનિયામાં લોકો વિશ્વાસ કરવા લાગે છે અને પછી એમાં જ જીવવા લાગે છે. લોકો એક વૈકલ્પિક સચ્ચાઈ પર વિશ્વાસ કરે છે અને પોતાની ચારેબાજુ એક સર્કલ બનાવી દે છે. આ ભ્રમમાંથી બહાર આવવા માટે એક સ્ટ્રોંગ આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે. લોકતંત્રમાં બંધારણનું કર્તવ્ય છે કે તે ક્રાંતિકારી અવાજને સુરક્ષા આપે. આ કેસમાં તમે લોકતંત્રમાં બે વસ્તુ જુઓ છો- 1. બચાવનાર, 2. જેને બચાવવામાં આવ્યો. લોકો આ બંને બની શકે નહીં, જે દેશ માટે સૌથી વધુ જરૂરી છે.

જયાએ કહ્યું હતું, 'જેનું ખાય એનું ખોદે'
સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.' જયા બચ્ચને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જેનું ખાય એનું જ ખોદો છો, આ ખોટી વાત છે.' ઉલ્લેખનીય છે કે જયાનું આ નિવેદન સુશાંતના મોત બાદ બોલિવૂડની સાથે કંગના રનતૌનો વિવાદ તથા ભાજપના સાંસદ રવિ કિશનના લોકસભામાં આપેલા નિવેદન સાથે જોડવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...