ફિલ્મના સેટ પર આગ લાગવાનો કેસ:સિને વર્કર સંગઠનના સેક્રેટરીએ કહ્યું- સ્ટૂડિયો માલિકો પાસેથી ઓડિટ રિપોર્ટ માગ્યો, ફાયર ઓડિટ ફરજિયાત થશે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

લવ રંજનની અનટાઇટલ્ડ મૂવીના સેટ પર 29 જુલાઈ, શુક્રવારના રોજ આગ લાગી હતી અને એક ક્રૂ મેમ્બરનું અવસાન થયું હતું. મુંબઈમાં ચિત્રકૂટ સ્ટૂડિયોમાં સેટ બનાવવામાં આવ્યો હતો. આ જ જગ્યાએ સૂરજ બરજાત્યાની ફિલ્મનો પણ સેટ હતો અને તેને પણ નુકસાન થયું છે. સિને વર્કર સંગઠનના જનરલ સેક્રેટરી અશોક દુબેએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.

અશોક દુબેએ કહ્યું હતું કે અઠવાડિયાની અંદર તેઓ તમામ પ્રોડ્યૂસર્સ તથા સ્ટૂડિયોના માલિકને લેટર ઇશ્યૂ કરશે, જેમાં ફાયર ઓડિટનો રિપોર્ટ માગવામાં આવશે. જો કોઈ સ્ટૂડિયોએ ફાયર ઓડિટ કરાવ્યું નથી તો ફેડરેશન તે સ્ટૂડિયોમાં વર્કર્સને કામ કરવા દેશે નહીં. અશોક દુબેને ખ્યાલ નથી કે ચિત્રકૂટમાં ફાયર ઓડિટ થયું હતું કે નહીં.

ફાયર ઓડિટ ફરજિયાત કરાવીશું
અશોક દુબેએ આગળ કહ્યું હતું કે સેટ પર આગ લાગવાની આ ઘટના પહેલી નથી. આ રીતના ગ્રાઉન્ડ પર સેટ બનાવવામાં આવે છે અને તે બિલકુલ સલામત હોતા નથી છતાં સેટ બને છે અને શૂટિંગ થાય છે. ફેડરેશને આ અંગે અનેકવાર ફાયર ડિપાર્ટમેન્ટ તથા સ્થાનિક તંત્રને પત્ર લખ્યા છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી.

આ જ કારણે આજે પણ આવા સેટ બને છે. ચાર વર્ષ પહેલાં સિનેવિસ્ટા સ્ટૂડિયોમાં આગ લાગી હતી. ફિલ્મસિટી તથા બાંગુર નગરમાં પણ અનેકવાર આગ લાગી ચૂકી છે. સ્ટૂડિયોના માલિકથી લઈ પ્રોડક્શન હાઉસ આ અંગે ગંભીરતાથી વિચારતા નથી. ભવિષ્યમાં ભાડે લેવાતા સ્ટૂડિયોનું ફાયર ઓડિટ ફરજિયાત રાખીશું.

લાઇટને નુકસાન થયું
અશોકે ઉમેર્યું હતું કે ચિત્રકૂડ ગ્રાઉન્ડમાં બનેલા સ્ટૂડિયોમાં ચાર ફ્લોર હતા. એક ફ્લોર પર લવ રંજનની અપકમિંગ ફિલ્મ માટે લાઇટિંગનું કામ ચાલતું હતું. બે માળ રાજશ્રી પ્રોડક્શનના હતા અને એક ફ્લોર રમેશ તૌરાણીનો હતો. અહીંયા પણ લાઇટિંગનું કામ થતું હતું. રાજશ્રીના ફ્લોર પર સની દેઓલનો દીકરો રાજવીર શૂટિંગ કરતો હતો. ભગવાનનો આભાર કે તે ફ્લોર પર કંઈ દુર્ઘટના બની નહીં. જે ફ્લોર બળીને ખાક થઈ ગયો તે ફ્લોર પર પણ શૂટિંગ થવાનું હતું. લવ રંજનના સેટ પર લાઇટવેન્ડર અર્જુનની લાઇટને નુકસાન થયું છે.

બીજું બાજુ સંજય ગર્ગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે હાલમાં પોલીસ કાર્યવાહીમાં વ્યસ્ત છે, પરંતુ તે એટલું તો કહેશે કે તેમણે જરૂરી પરમિશન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...