ઓસ્કર 2021:ઓસ્કર અવોર્ડ માટે ભારત તરફથી બીજી એન્ટ્રી, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી માટે 'શેમલેસ'ની પસંદગી

મુંબઈએક વર્ષ પહેલા

ઓસ્કરમાં ફોરેન લેંગ્વેજમાં મલયાલમ ફિલ્મ 'જલિકટ્ટુ' બાદ હવે લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સયાની ગુપ્તા, હુસૈન દલાલ તથા ઋષભ કપૂરની ફિલ્મ 'શેમલેસ'ને પસંદગી કરવામાં આવી છે. કીથ ગોમ્સે લખેલી આ શોર્ટ ફિલ્મ ઓસ્કરમાં મોકલવામાં આવશે.

15 મિનિટની થ્રિલર કોમેડી
'શેમલેસ'નું પ્રોડક્શન એશલે ગોમ્સે કર્યું છે. 15 મિનિટની આ કોમેડી થ્રિલરમાં પિત્ઝા ડિલિવરી ગર્લ તથા વર્ક ફ્રોમ હોમ કરતાં પ્રોફેશનલ સેન્ટરમાં છે. ટેક્નોલોજીને કારણે માનવ આત્માને થયેલા નુકસાનની વાત આ ફિલ્મમાં કહેવામાં આવી છે. આ ફિલ્મને 'ટ્રેપ્ડ', 'સફર', 'સાઉન્ડ પ્રૂફ' તથા વિદ્યા બાલનની 'નટખટ'માંથી ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે.

કોરોનાને કારણે ઓસ્કર સેરેમનીની ડેટ ચેન્જ કરવામાં આવી
25 એપ્રિલ, 2021ના રોજ લોસ એન્જલસમાં 93મા એકેડમી અવોર્ડ માટે આ ભારત તરફથી બીજી એન્ટ્રી છે. આ પહેલાં મલયાલમ ફિલ્મ 'જલિકટ્ટુ'ને ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. દર વર્ષે ઓસ્કર સેરેમની ફેબ્રુઆરીમાં યોજાતી હોય છે. જોકે, કોરોનાને કારણે આ સેરેમની બે મહિના પછી એટલે કે એપ્રિલમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...