હોલિવૂડ કૉલિંગ:'સ્કેમ 1992' ફેમ હેમંત ખેરને હોલિવૂડ ફિલ્મની ઓફર મળી, વેબ સિરીઝમાં હર્ષદ મહેતાના ભાઈનો રોલ નિભાવ્યો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્ટર હેમંત ખેર તાજેતરમાં જ આવેલી સુપર સક્સેસફુલ વેબ સિરીઝ 'સ્કેમ 1992'માં હર્ષદ મહેતાના ભાઈનો રોલ ભજવવાને કારણે દર્શકોની નજરમાં છવાયેલા છે. હવે તેમને હોલિવૂડ (લોસ એન્જલસ)ના એક ફિલ્મમેકરે ઓફર આપી છે. હેમંતે કહ્યું, 'આ એક અદભુત અવસર છે અને હું પણ આ વિશે મેકર્સ સાથે વાતચીત કરી રહ્યો છું. મેં સ્ક્રિપ્ટ વાંચી લીધી છે. આ એક રિયલિસ્ટિક અને અદભુત સ્ટોરી છે.'

'સ્કેમ 1992'માં હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મેહતાનો રોલ નિભાવ્યો
'સ્કેમ 1992' વિશે વાત કરતાં હેમંતે જણાવ્યું કે, 'સ્કેમ 1992એ ખરેખર અમારા જીવનને બદલી નાખ્યું છે. હું છેલ્લાં 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું, પણ તેના પર સ્વીકૃતિની સત્તાવાર મહોર માત્ર આ સિરીઝ સાથે જ વાગી છે. માટે આ અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રોજેક્ટ હશે.' હેમંત ખેરે 'સ્કેમ 1992'માં હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મેહતાનો રોલ નિભાવ્યો છે. જ્યારે એક્ટર પ્રતીક ગાંધીએ હર્ષદ મહેતાનો રોલ પ્લે કર્યો હતો.

હેમંતે નવા પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે, આ એક અદભુત અવસર છે અને મને સિનેમાના દરેક પાસાને જાણવામાં મજા આવશે. બોલિવૂડ, હોલિવૂડ અને કોઈ અન્ય ઇન્ડસ્ટ્રીમાં પણ. કારણકે હવે OTT પ્લેટફોર્મના ગ્રોથ સાથે, દરેક ફિલ્મ અને વેબ સિરીઝ દુનિયાભરમાં અવેલેબલ છે.

હેમંતે કહ્યું, ફિલ્મ મેકર્સ મોટી સંખ્યામાં દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેને વધુ આધુનિક બનાવી રહ્યા છે. માટે તે વાત નકારી શકાય નહીં કે આ ઇન્ડસ્ટ્રી માટે પણ ફાયદાકારક હશે. ઉદાહરણ તરીકે, 'દિલ્હી ક્રાઇમ' જેવી વેબ સિરીઝ સારા કન્ટેન્ટ સાથે દર્શકોના મોટા સમૂહને ટાર્ગેટ કરી રહી છે અને તે દુનિયાભરમાં શાનદાર પરફોર્મ કરી રહી છે.

જોકે હેમંત ખેરને હોલિવૂડના કયા ફિલ્મમેકર પાસેથી કયા પ્રકારની ઑફર મળી છે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.