તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેબ સિરીઝ 'સ્કેમ 1992'ની એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીને શો ની સફળતા પછી ઘણી મોટી ઓફર્સ મળી રહી છે. તેનું કહેવું છે કે તે કામને લઈને ઉતાવળ કરવા નથી ઇચ્છતી. તે સ્ટોરી સિલેક્ટ કરશે, જેની સાથે રીલેટ કરી શકશે.
સફળતા પછી વિચાર નથી બદલાયા
એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું, 'હું જેની સાથે કામ કરવા ઈચ્છું છું, તેમને લઈને સચેત રહું છું. એવું નથી કે મારો શો સફળ થઇ ગયો અને હું સફળતાની ઊંચાઈઓ પર છું, તો મારા વિચાર બદલી જાય.'
વેબે નવા લોકોને તક આપી
એક્ટ્રેસે આગળ કહ્યું, 'વેબે નવા લોકોને તક આપી છે, જો વેબ ન હોત તો ઘણા એક્ટર, ડિરેક્ટર, એડિટર, DOP અને ટેક્નિશિયનને આ અવસર ન મળી શક્યો હોત. ફિલ્મો એક એક્સક્લુઝિવ ક્લબ હતી, જે ટીવી સાથે થોડી ખુલી ગઈ અને હવે વેબ સાથે, કેમેરાની આગળ અને પાછળ બંને જગ્યાઓમાં મોટી થઇ ગઈ છે.'
વેબ સ્પેસમાં મોટા નામ જોડાતા શું વચ્ચેના લોકોની જગ્યા બદલી જશે?
આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું, 'હું સાચે એવું ઈચ્છું છું કે આવું ન થાય. ટેલેન્ટ માટે OTT પ્લેટફોર્મ છે. મારા કહેવાનો અર્થ એ નથી કે મોટા સ્ટાર્સ ટેલેન્ટેડ નથી હોતા. હું બસ આશા કરું છું કે આગળ જઈને આ રીતે બધાને બરાબર તક મળતી રહે.'
રેન્ક આઉટસાઈડર માટે એટલી સરળતાથી હર્ડલ નથી બનતા
શ્રેયાનું કહેવું છે, 'જો લોકો તમને કઈ પણ સલાહ આપે છે અને ઈચ્છે છે કે તમે પોલાઈટ રહો, તો આ કઠિન છે. કારણકે આ ઇન્ડસ્ટ્રીમાં વંશવાદ અને ટેલેન્ટને તક આપવા વચ્ચે એક નાની રેખાનું અંતર છે. તો હા, આ કઠિન છે પણ તમે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકો છો. તમે ઘણીવાર એવા લોકોને મળશો જે તમને વ્યર્થ સલાહ આપશે, તમારી મસ્તી કરશે પણ તમારે દરેક વખતે તેનાથી આગળ વધવાનું રહેશે.'
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.